Only Gujarat

FEATURED National

ભારતના આ શહેરમાંથી દેખાવા લાગ્યું દુનિયાનું ત્રીજું સૌથી ઊંચુ પર્વત શિખર

લોકડાઉનના કારણે લોકો પોતપોતાના ઘરમાં પૂરાઇ ગયા છે, પરંતુ પશ્ચિમ બંગાળના લોકોની દરેક સવાર ખાસ હોય છે. તેનું કારણ બન્યું છે દુનિયાનું ત્રીજું સૌથી ઊંચુ પર્વત શિખર કંચનજંગા. જે આજકાલ સિલીગુડીના લોકોને પોતના ઘરેથી એકદમ સ્પષ્ટ દેખાય છે. સામાન્ય દિવસોમાં આવો અદભુત નજારો ક્યારેય જોવા નહોંતો મળતો. પરંતુ અત્યારે પ્રદૂષણ ઘટતાં હવા એકદમ સ્વચ્છ થઈ ગઈ છે. એટલે જે વસ્તુઓ જોવા લોકોને દૂરબીનનો ઉપયોગ કરવો પડતો, તે હવે ઘરે બેઠાં નરી આંખે જોઇ અને માણી શકાય છે.

ઉલ્લેખનિય છે કે, સિલીગુડીથી દુનિયાનું ત્રીજું સૌથી ઊંચુ શિખર કંચનજંગા સ્પષ્ટ દેખાવા લાગ્યું છે. તેની કેટલીક તસવીરો સિલીગુડીના સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં શેર કરી છે. જે અત્યારે વાયરલ બની ગઈ છે.

લોકોનું કહેવું છે કે, વર્ષો બાદ કંચનજંગા પર્વત શિખર સિલીગુડીથી આટલું સ્પષ્ટ દેખાય છે. પહેલાં પ્રદૂષણના કારણે આટલું સ્પષ્ટ નહોંતુ દેખાતું. હવે હવા સ્વચ્છ થતાં એકદમ સરળતાથી દેખાય છે.

રાકા બેનર્જી નામની એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે, સિલીગુડીથી કંચનજંગા પર્વત શિખર સ્પષ્ટ દેખાય છે. મેં બાળપણમાં આ શિખરને આટલું સ્પષ્ટ જોયું હતું. ત્યારબાદ આ લોકડાઉનમાં જોઇ રહી છું.

તો સૌરદીપ ભટ્ટાચાર્યએ તેમના ટ્વિટર પર કંચનજંગા પર્વત શિખરની તસવીર શેર કરી લખ્યું છે કે, બંગાળના અલીદ્વારપુર શહેરથી પણ કંચનજંગા દેખાય છે.

અતુલ પરાશર નામના ટ્વિટર યૂઝરે ટ્વિટર પર કાંચનજંગાના પર્વત શિખરની તસવીર શેર કરી લખ્યું છે કે, આટલો સ્પષ્ટ નજારો મેં 1980 થી 1983 વચ્ચે જોયો હતો, જ્યારે મારા પિતાની પોસ્ટિંગ બિનાગુરી કેન્ટમાં હતી.

અત્યારે પ્રદૂષણ ઘટતાં હવા એકદમ સ્વચ્છ થઈ ગઈ છે. એટલે જે વસ્તુઓ જોવા લોકોને દૂરબીનનો ઉપયોગ કરવો પડતો, તે હવે ઘરે બેઠાં નરી આંખે જોઇ અને માણી શકાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page