Only Gujarat

FEATURED National

પત્નીએ 6 લાખ રૂપિયા આપી કરાવી પોતાના જ પતિની હત્યા

ઉત્તરપ્રદેશના બાગપત પોલીસે ચોંકાવનારી ઘટનાનો ખુલાસો કરી એક મહિલા અને બે સોપારી કિલર્સની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ મહિલાએ 6 લાખની સોપારી આપી આ શૂટરો પાસે પોતાના જ પતિની હત્યા કરાવી દીધી. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર અને 2 લાખ કેશ પણ જપ્ત કર્યા છે. હત્યારોપી પત્ની અને બંને સોપારી કિલરની પોલીસે ધરપકડ કરી જેલ મોકલી દીધા છે.

કોતવાલી બડૌત ક્ષેત્રના બડૌલી ગામમાં 19 જુને નીટુ ઉર્ફ વિકાસ નામના વ્યક્તિની ઘરમાં ઘૂસી બાઇક સવાર અજ્ઞાત શખ્સોએ હત્યા કરી દીધી હતી. જાહેરમાં થયેલી આ વારદાતે પોલીસબેડામાં હડકંપ મચાવી દીધો હતો. ઘટના પર ખુદ એસપી તથા એએસપીએ મુલાકાત લઇને તપાસ હાથ ધરી હતી.

ગુરુવારે બડૌત કોતવાલી પોલીસે મૃતકની પ્રથમ પત્નીની ધરપકડ કરી ઘટનાસ્થળે ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક નીટુનું તેની પત્ની રજની સાથે ઝઘડો ચાલી રહ્યો છે. જેના આધારે પોલીસે રજનીની ધરપકડ કરી આકરીઢબે પુછપરછ કરતાં ચોંકાવનારી હકિકત સામે આવી હતી. પોલીસ પુછપરછમાં બહાર આવ્યું કે નીટુની હત્યા તેની પત્ની રજનીએ જ કરાવી છે.

તપાસમાં સામે આવ્યું કે નીટુએ બે અન્ય મહિલાઓ સાથે પણ લગ્ન કર્યા હતા. રજનીને શંકા હતી કે નીટુ તેની સોતેલીના નામે પોતાની પ્રોપર્ટી કરવાનો છે. જેના કારણે તેણે દિલ્હીમાં પતિ નીટુના મિત્ર રોહિત સાથે મળી તેની હત્યા કરવાની યોજના બનાવી અને નીટુની હત્યા માટે 6 લાખ રૂપિયામાં સોપારી આપી.

રોહિતે બે શૂટરોને આ કામ આપ્યું અને 19 તારીખની રાતે જ્યારે નીટુ પોતાના ઘરે હતો એ સમયે શૂટરોએ તેની હત્યા કરી દીધી. હાલ પોલીસે આરોપીની પત્ની તથા શૂટરોને ધરપકડ કરી હત્યાનો પર્દાફાશ કર્યો છે.

એસપી અજય કુમારે પોલીસ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી ઘટનાનો ખુલાસો કર્યો. તેઓએ જણાવ્યું કે સંપત્તિની લાલચમાં આ સમગ્ર ઘટના મૃતકની પત્ની દ્વારા જ કરાવવામાં આવી હતી. તેની શૂટરો સાથે ધરપકડ કરવામાં આવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page