Only Gujarat

FEATURED National

પતિની નજર સામે જ પોલીસ કર્મીએ કરી પત્ની છેડતી પછી…..

રાજસ્થાનના પાની જિલ્લાના જેતરણાના રાસ થાનામાં તહેનાત હેડ કોન્સ્ટેબલ પન્નાલાલ ચૌધરીને લોકોએ રસ્તા પર મહિલાની છેડતીના આરોપમાં ધોલાઇ કરી. ગુસ્સે થયેલા ગ્રામજનોએ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ રાસ થાનામાં ફરિયાદ દાખલ કરાવી છે.

જાણકારી પ્રમાણે રાસ થાનામાં તહેનાત હેડ કોન્સ્ટેબલ પન્નાલાલ ચૌધરી દારૂના નશામાં ધૂત થઇ બાઇક પર જઇ રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પર મહિલા પોતાના પતિ સાથે ઉભી હતી. મહિલાને જોઇ પોલીસકર્મીએ પોતાની બાઇક રોકી પછી ગંદા ઇશારા કર્યા અને પોતાની પાસે બોલાવવા લાગ્યો. આ જોઇને મહિલાએ તુરંત પોતાના ચંપલથી પિટવાનું શરૂ કરી દીધું. બાદમાં આસપાસના ગ્રામજનો પણ દોડી આવ્યા અને નશામાં ધૂત કોન્સ્ટેબલની ધોલાઇ કરી.

હેડ કોન્સ્ટેબલે ભાગવાનો પણ પ્રયાશ કર્યો પરંતુ ગામજનોએ તેને પકડી પોલીસ હવાલે કરી દીધો. મહિલાના પતિએ થાનામાં હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પરંતુ હજુ સુધી કેસ દાખલ કરાયો નથી. તો એસપીના આદેશ પર આરોપી હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ તપાસ કરવા સીઓ જૈતારણ સુરેશ કુમારને કહેવામાં આવ્યું છે.

હેડ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયા છતા પોલીસ તરફથી અત્યારસુધી કોઇ એક્શન લેવામાં આવ્યા નથી. આ વાતને લઇને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

તેમનું કહેવું છે કે જો દોષીત પોલીસકર્મી વિરુદ્ધ કોઇ એક્શન લેવામાં ન આવ્યા તો તેઓ આંદોલન પણ કરશે. તો આ મામલે પોલીસનું કહેવું છે કે આરોપી હેડ કોન્સ્ટેબલ નશામાં હતો કે નહીં તે અંગે હાલ તોઇ પુષ્ટી થઇ નથી.

આ માટે મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે અને તેના રિપોર્ટ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. જો તે દોષીત હશે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page