Only Gujarat

FEATURED National

ઓનલાઈન સોનાની ઈંટનો કર્યો ઓર્ડર, ઘરે ડિલિવરી થયેલું બોક્સ ખોલ્યું તો……

જો તમે ઇન્ટરનેટ પર કોઇ વસ્તુ ઓર્ડર કરોછો પરંતુ બદલામાં કંઇક બીજુ જ નીકળે તો તમને ઘણી નિરાશા થાય છે સાથે જ પૈસાનું પણ નુકશાન થાય છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના મથુરા શહેરમાં સામે આવી હતી. અહીં કેટલાક લોકોએ ઇન્ટરનેટ પર સોનાની ઇંટ ઓર્ડર કરી પરંતુ જ્યારે લોકોએ પેકેજ ખોલ્યું તો તેમના હોશ ઉડી ગયા. પેકેજમાંથી સોનાની ઇંટના બદલે તેમાંથી પીતળની ઇંટ નીકળી.

સમગ્ર મામલાની ફરિયાદ પોલીસને કરવામાં આવી. ફ્રોડની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી અને ઠગાઇ કરનારાઓની શોધખોળ હાથ ધરી. ત્યારબાદ શેરગઢ પોલીસે ઠગાઇનું કામ કરનારી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ પણ કરી લીધી. પુછપરછમાં ખુલાસો થયો કે આ ગેંગ olx પર નકલી સોનાની ઇંટો વેંચવાનું કામ કરતા હતા.

પોલીસે ઝડપાયેલી ગેંગ પાસેથી આઠ લાખ રૂપિયા રોકડા, ત્રણ આધાર કાર્ડ, એક નકલી સોનાની ઇંટ, 9 સિમ કાર્ડ અને અન્ય કેટલોક સામાન પણ જપ્ત કર્યો છે. આ ઘટના મથુરા જનપદના શેરગઢની છે. આ ગેંગ ઘણા સમયથી olx પર નકલી સોનાની ઇંટને વેંચવા પર લોકો સાથે છેતરપીંડિ કરતી હતી. આ ગેંગ છેલ્લા ઘણા સમયથી સક્રિય હતી ત્યારબાદ પોલીસ આ લોકો પર સતત નજર રાખી રહી હતી.

શેરગઢ પોલીસે એક સૂચનાના આધારે દરોડા પાડી ઠગાઇ કરનારી આ ગેંગનો પર્દાફાશ કરી દીધો છે. પોલીસે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આરોપી મથુરા જનપદના રહેવાસી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા આરોપીઓ ઓએલએક્સ એપ પર નકલી સોનાની ઇંટોને અસલી ગણાવી સામાન્ય લોકો સાથે છેતરપીંડિ કરતા હતા. આ ઠગાઇના નામે તેઓ ખોટા દસ્તાવેજના આધારે સિમ ખરીદી તેનો આ કામમાં ઉપયોગ કરતાં હતા.

એસપી દેહાત શ્રીચંદનું કહેવું છે કે પકડાયેલા આરોપી એએલએક્સ પર નકલી સોનાની ઇંટ વેચવાના નામ પર ઠગાઇ કરતા હતા. આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસે તેમની પાસેથી 8 લાખ 60 હજાર રોકડા, ત્રણ આધાર કાર્ડ, 9 સિમ કાર્ડ અને અન્ય સામાન જપ્ત કર્યો છે. તેમનું કહેવું છે કે તેના અન્ય સાથીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page