Only Gujarat

FEATURED National

આ દીકરી રહે છે ફૂટપાથ પર, સ્ટ્રીટ લાઈટમાં કર્યો અભ્યાસ ને હવે દસમા ધોરણમાં આવી અવ્વલ

ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોર નગરપાલિકાના ચાર રસ્તા પર બનેલા માર્કેટમાં રહેનાર ભારતી ખાંડેકરે તેમના માતા-પિતા અને બે નાના ભાઇઓ સાથે છેલ્લા કેટલાક વર્ષથી ફૂટપાથ પર જીવન ગુજારી રહી છે. ભારતી ફૂટપાથ પર રહે છે અને સ્ટ્રીટ લાઇટમાં અભ્યાસ કરે છે. આ રીતે ભણીને ભારતીએ ધોરણ દસમાં 68% પરસેન્ટ અંક મેળવીને ટોપ કર્યું છે. ભારતીનું સપનુ છે કે, તે IAS બનીને શહેર અને દેશનું નામ રોશન કરે. ભારતી તેમના જેવા અભાવગ્રસ્ત લોકોની પણ મદદ કરવા ઇચ્છે છે. સરકારે ભારતીની પ્રતિભાને જોઇને એક ફ્લેટ રહેવા માટે નિઃશુલ્ક આપ્યો છે અને હવે તેનો અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ પણ સરકાર ઉઠાવશે.

એક બાજુ મોટી-મોટી સ્કૂલ, ટ્યુશન ક્લાસ અને ઘરમાં એટલી સુવિધા મળવા છતાં પણ કેટલાક લોકો ભણીને આ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા, જે ભારતીએ અભાવગ્રસ્ત જીવનમાં પ્રાપ્ત કરી છે. આ બીજી તરફ એવો પણ વર્ગ છે. જે ગરીબીના કારણે બાળકોને ભણાવી નથી શકતા અને તે તેમના બાળકોને શિક્ષણથી વંચિત રાખીને બાળમજૂરી કરાવે છે. આ બંને સ્થિતિમાં ભારતી અને ભારતીના માતા પિતા પ્રેરણારૂપ છે. એક બાજુ ભારતીના માતા પિતા જે ગરીબાઇ પણ મહેનત મજૂરી કરીને દીકરીને ભણાવી રહ્યાં છે, તો બીજી તરફ ભારતી પણ આ સ્થિતિમાં હિંમત અને સાહસ સાથે સફળતાભેર આગળ વધી રહી છે.

ભારતીના માતા પિતાએ પણ આવી કપરી પરિસ્થિતિ સામે ઘૂંટણીએ ના પડી જતાં હિમતભેર આવી દારૂણ્ય સ્થિતિમાં પણ ત્રણેય બાળકોને ભણાવી રહ્યાં છે. મજૂરી કામ કરતા ભારતીના પિતા દશરથ ખાંડેકરે એ જણાવ્યું કે તેમને એક દીકરી અને 2 દીકરા એમ ત્રણ સંતાન છે. તેમણે જણાવ્યું કે, ઇચ્છા છે કે, ત્રણેય ભણીગણીને મોટા અધિકારી બને. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી મારામાં શક્તિ છે. હું મારા સંતાનને શિક્ષણ આપવામાં પીછેહઠ નહીં કરું. આજદિન સુધી ફૂટપાથ પર રહેતા હતા પરંતુ હવે મ્યુનિસિપલ કમિશનર પ્રતિભા પાલે નિઃશુલ્ક રહેવા માટે ફ્લેટ આપ્યો છે.

ભારતી પણ તેમના માતા પિતાને મજૂરી કામમાં મદદ કરે છે. જે બંને ભાઇની પણ સારસંભાળ લે છે. ભારતીના બંને ભાઇઓ પણ અભ્યાસ કરી રહ્યાં છે. ભારતીના માતાએ જણાવ્યું કે, તે શાળામાં કચરા પોતું કરવા જાય છે અને મહિનાના 2 હજાર રૂપિયા કમાઇ લે છે. તેમણે જણાવ્યું હતું કે, અમને બહુ આનંદ છે કે, દીકરી દસમું ધોરણ પાસ કર્યું અને તેમની પ્રતિભાના કારણે જ રહેવા માટે ફ્લેટ મળ્યો.

ભારતીની માતા લક્ષ્મીએ જણાવ્યું કે, હું અને મારા પતિ અશિક્ષિત છીએ. મારા ત્રણેય બાળકો સરકારી શાળામાં ભણે છે. મારી દીકરીએ ખૂબ મુશ્કેલીની વચ્ચે અભ્યાસ કર્યો. મને તેના પર ગર્વ છે. દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખતા લોકોને સંદેશ આપતા લક્ષ્મીએ જણાવ્યું કે, મારી દીકરી લક્ષ્મીનું રૂપ છે. દીકરીઓને જેટલું પ્રોત્સાહન આપશો તો તેટલી આગળ વધશે અને સફળ થઇને બતાવશે.

ભારતીઆ આ અવસરે જણાવ્યું હતું કે. આ સફળતાનું શ્રેય હું મારા માતાપિતાને આપું છું. જેને મેને મુસીબતો સહન કરીને ભણાવી, આ સફળતામાં શિક્ષક અને અન્ય સંબંધીનો પણ સહયોગ છે. હું IAS બનવા માંગું છું. જો કે કેટલીક વિપરિત પરિસ્થિતિના કારણે મેં પહેલા ઓછી મહેનત કરી હતી પરંતુ હવે વધુ મહેનત કરીશ, જેથી IAS બનાવવાનું સપનુ સાકાર થઇ શકે. જે રીતે લોકોએ મારી મદદ કરી છે. હું પણ એક દિવસ અધિકારી બનીને બધાની મદદ કરીશ. ફૂટપાથ પર જ મારો જન્મ થયો અને આજે ઘર મળ્યું છે તો બહુ ખુશ છું. હું કમિશનર પ્રતિભા પાલની પણ ખૂબ જ આભારી છું.

ભારતીને આ મકાન BSUP ‘બેઝિક સર્વિસે ફોર અર્બન પુઅર’ યોજના હેઠળ આપવામાં આવ્યું છે. ઇન્દોર નગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યાલયમાં ફરજ બજાવતા સુપ્રિટેન્ડન્ટ પ્રશાંત દિધેએ જણાવ્યું કે, ભારતી દસમાં પાસ થઇ જતાં અને તેમની પ્રતિભાને જોતા એક 1bhk ફ્લેટ, ટેબલ, ખુરશી, પુસ્તકો, કપડાં આપવામાં આવ્યાં છે. આ સાથે તેમના આગળના અભ્યાસનો ખર્ચ પણ સરકાર જ ઉઠાવશે.

You cannot copy content of this page