Only Gujarat

National

ટ્રેનના જૂના કોચમાં તૈયાર થઈ અફલાતુન રેસ્ટોરન્ટ, તસવીરો જોઈ તમે પણ મોહી જશો એ નક્કી!

મધ્ય રેલના નાગપુર સ્ટેશનની બહાર જૂના કોચનો ઉપયોગ કરીને તેણે રેસ્ટોરન્ટ બનાવી લીધી છે. આ ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ નામ આપ્યું છે. આ રેસ્ટોરન્ટને સ્થાનિક સંસ્કૃતિના આધારે ડેકોરેટ કરવામાં આવી છે.


નમકીન અને મીઠાઈ માટે પ્રખ્યાત હલ્દીરામે આ રેલ કોચમાં પોતાના રેસ્ટોરન્ટ ખોલી છે. આ ‘હલ્દીરામ એક્સપ્રેસ રેન્ટોરન્ટ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં એક શાનદાર ડાઈનિંગ હોલ પણ બનવવામાં આવ્યો છે. આમાં નોર્થ અને સાઉથ ઈન્ડિયા સહિત તમામ પ્રકારની ડિશ મળે છે.


હલ્દીરામ ગ્રુપના સંચાલક રાજેન્દ્ર કુમાર અગ્રવાલે હલ્દીરામ એક્સપ્રેસ રેસ્ટોરન્ટનું શુભારંભ કર્યો હતો. નાગપુર રેલવે સ્ટેશના પશ્ચિમી પ્રવેશ દ્વારાની નજીક એક કોચમાં શરૂ હલ્દીરામ એક્સપ્રેસ રેસ્ટોરન્ટમાં 40 લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે.


રેસ્ટોરન્ટના સંચાલક નીરજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રેલ પરિવહને શરૂઆતના દિવસોમાં ટ્રેનમાં જ ખાવા-પીવા અને અન્ય આવશ્યક તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી.


રેસ્ટોરન્ટમાં સ્વીટ કોર્નર, સોફ્ટી કોર્નર, પેક નમકીન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ 24 કલાક ભોજનની પણ વ્યવસ્થા રહેશે. રેસ્ટોરન્ટમાં 52 કર્મચારી ત્રણ પાળીમાં કામ કરશે. રાતે 3 વાગે પણ આઈસ્ક્રીમ, ભારતીય વાનગી, મિઠાઈ અને અન્ય ખાવા-પીવાની સામગ્રી ઉપલબ્ધ રહેશે.


આ રેસ્ટોરન્ટમાં તમે રેલવેની શરૂઆતના દિવસોમાં જે કોચ ઉપયોગમાં લેવામાં આવતો હતો તેનો અનુભવ મળશે. આમાં કોચમાં બેચ્યા પછી જૂની યાદો તાજી થશે. યુવા વર્ગને જૂની યોદા બતાવવા માટે આ ટ્રેનના કોચમાં રેસ્ટોરન્ટ તૈયાર કરવામાં આવી છે. નીરજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટ ફક્ત શહેરજનો માટે જ નહીં પરંતુ મુસાફરો માટે પણ બહુ જ ઉપયોગ સાબિત થશે.

You cannot copy content of this page