Only Gujarat

National

મુંબઈની બે મોડલ્સને ફ્લેટમાં બંધ કરીને યુવકોએ કર્યો રેપ અને ફૂટ્યો કુટણખાનાનો ભાંડો

ઈન્દોરના વિજય નગર પોલીસે ગેરકાયદે વિદેશી છોકરીઓનો દેહ વ્યાપાર કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે તેમના કબજામાંથી 13 છોકરીઓ, જેમાંથી કેટલીક સગીર છે તેમને મુક્ત કરાવી છે. પોલીસે આ ગેંગના 10 લોકોની ધરપકડ કરી છે. જેમાં 3 મહિલાઓ સામેલ છે. પોલીસ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

21 સપ્ટેમ્બરે મુંબઈની બે મૉડલ્સે પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેમને કામના બહાને મુંબઈથી ઈન્દૌર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેને બાણગંગા વિસ્તારના એક ફ્લેટમાં બંધક બનાવીને રાખવામાં આવી. પછી કેટલાક યુવકોએ તેની સાથે રેપ કર્યો અને તેમનો વીડિયો વાયરલ કરવાની ધમકી દઈને તેમની પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

ઈન્દોર પોલીસે તેમની ફરિયાદને ગંભીરતાથી લીધી અને આરોપીઓને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી. પોલીસે નવીન, કુલદીપ, રાજેન્દ્ર અને એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં પોલીસને ખબર પડી કે ગેંગ બહારથી યુવતીઓને બોલાવીને દેહ વ્યાપાર કરતી હતી.

આ સિવાય પોલીસને ખબર પડી કે ગેંગની મહિલાઓ પોતાના એજન્ટના માધ્યમથી બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રથી ગરીબ છોકરીઓને કામની લાલચ આપીને અહીં લાવતી હતી. પછી તેમને બંધક બનાવીને દેહ વ્યાપારમાં ધકેલતી હતી. વિઝા અને પાસપોર્ટ ન હોવાના કારણે વિદેશી છોકરીઓ પોતાના રૂમમાંથી બહાર નહોતી નિકળી શકતી. પોલીસે 9 બાંગ્લાદેશી યુવનીઓને મુક્ત કરાવી. જેમાં કેટલીક સગીર છોકરીઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસે કુલ 13 છોકરીઓને બદમાશોની ચુંગાલમાંથી મુક્ત કરાવી છે. આ ગેંગ સાથે જોડાયેલી 3 મહિલા સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને તેના કબજામાંથી 25 મોબાઈલ, એક લેપટોપ અને એક લાખ રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યા.

You cannot copy content of this page