Only Gujarat

National

NCBના પૂર્વ અધિકારીના ઘરે CBIના દરોડાં, મોટાં કૌંભાડનો પર્દાફાશ

નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન (NCB)નાં નિવૃત્ત CGM ડીકે મિત્તલ સામે છેલ્લા 24 કલાકથી CBI અને ઇન્કમ ટેક્સની કાર્યવાહી ચાલી રહી છે. ડી.કે.મિત્તલે અયોગ્ય ગણાતી એક કંપનીને સર્ટિફિકેટ આપ્યું હતું અને કંપનીને આ જ સર્ટિફિકેટ દ્વારા દિલ્હી જલ બોર્ડ તરફથી 38 કરોડનું ટેન્ડર મળ્યું હતું. CBIએ જલ બોર્ડના પાંચ પૂર્વ અધિકારીઓને પણ આરોપી બનાવ્યા છે. આવો જાણીએ શું હતો તે કેસ…?


દિલ્હી જલ બોર્ડે 2017માં એક ટેન્ડર બહાર પાડ્યું હતું
દિલ્હી જલ બોર્ડે 15 ડિસેમ્બર, 2017ના રોજ ઇલેક્ટ્રો મેગ્નેટિક ફ્લો મીટરના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું, જેનો કાર્યકાળ પાંચ વર્ષનો હતો. તેમાં કુલ ચાર કંપનીઓએ તેમના મતપત્રો મૂક્યા હતાં. આખરે NKG ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને 38 કરોડમાં આ ટેન્ડર આપવામાં આવ્યો હતો. ટેન્ડર બહાર પાડનારી અન્ય કંપનીઓએ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે NKG ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એક અનફિટ કંપની છે, જેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કંપની દ્વારા મૂકવામાં આવેલા દસ્તાવેજો પણ બનાવટી હોવાનું જણાવાયું હતું.


તપાસમાં કંપની અમાન્ય હોવાનું જણાયું
CBI દિલ્હીએ વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. એવું જાણવા મળ્યું હતું કે, NKG ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને તકનીકી રીતે પાત્ર હોવાનું પ્રમાણપત્ર NCBનાં ભૂતપૂર્વ GM ડી.કે. મિત્તલ દ્વારા જારી કરવામાં આવ્યું હતું અને ભૂતપૂર્વ પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ સચિન કુમારે તેના પર પોતાનો અહેવાલ દાખલ કર્યો હતો. દિલ્હી જલ બોર્ડે પણ આ પ્રમાણપત્રોની કોઈ તપાસ કરી ન હતી અને NKG ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને 38 કરોડ રૂપિયાનું ટેન્ડર આપ્યું હતું. આ કેસમાં CBIનાં SP સંતોષ હદિમાનીએ 6 જુલાઇના રોજ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ IPCની કલમ 120-B, 420, PC એક્ટ 13(2) અને 13(1) (D) હેઠળ FIR દાખલ કરી છે, જેમાં CBIની દરોડાંની કાર્યવાહી ચાલી રહી છે.


આ લોકોની સામે FIR દાખલ કરવામાં આવી હતી
જગદીશ અરોરા, પૂર્વ મુખ્ય ઇજનેર, દિલ્હી જલ બોર્ડના પી.કે.ગુપ્તા, ભૂતપૂર્વ એસ.ઈ.એસ., દિલ્હી જલ બોર્ડ સુશીલ કુમાર ગોયલ, પૂર્વ કાર્યપાલક ઇજનેર, દિલ્હી જલ બોર્ડ અશોક શર્મા, પૂર્વ એ.ઈ, દિલ્હી જલ બોર્ડ રણજીત કુમાર, પૂર્વ એએઓ, દિલ્હી જલ બોર્ડ ડી.કે.મિત્તલ, ભૂતપૂર્વ જી.એમ., NBCC સચિન કુમાર, ભૂતપૂર્વ પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ, NBCC NKG ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ.


CBI ભ્રષ્ટાચારની તપાસ કરવા ગઈ હતી, કેશ અને જ્વેલરી મળ્યાં
સૂત્રોના જણાવ્યા અનુસાર NBCCના પૂર્વ સીજીએમ ડી.કે. મિત્તલ થોડાં દિવસો પહેલા નિવૃત્ત થયા છે અને હાલ તેઓ નોઈડાનાં સેક્ટર-19માં રહે છે. શુક્રવારે બપોરે CBIની ટીમે નિવાસસ્થાન પર દરોડાં પાડ્યા હતા. જ્યારે CBIને અહીંથી મોટી માત્રામાં કેશ અને જ્વેલરી મળી હતી. ત્યારબાદ CBIએ ઈન્કમટેક્સને જાણ કરી હતી.


આ પછી જ શુક્રવારે રાત્રે આવકવેરા વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને તેની કાર્યવાહી શરૂ કરી હતી. માહિતી મુજબ અત્યાર સુધીમાં લગભગ એક કરોડ રૂપિયા રોકડ, દોઢ કરોડ રૂપિયાના દાગીના, પાંચ બેંક ખાતા, મોટી માત્રામાં પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા છે. લોકર અંગે માહિતી મળી છે, જેના પર તપાસ ચાલી રહી છે.

You cannot copy content of this page