Only Gujarat

National

પતિને કહ્યુ- હું પ્રેગનન્ટ છું, બાદમાં મહિલાએ જે ખેલ ખેલ્યો તે વાંચી તમે ચોંકી ઉઠશો

લુધિયાણાઃ પંજાબના લુધિયાણામાં સિવિલ હોસ્પિટલમાંથી 11 ફેબ્રુઆરીના રોજ ગુમ બે દિવસની બાળકીના કેસમાં નવો વળાંક આવ્યો છે. બાળકી 13 ફેબ્રુઆરીના રોજ મળી આવી હતી. બાળકીને તેની માતાને સોંપવામાં આવી છે. આ મામલામાં પોલીસે રાજવીર કૌર નામની મહિલાની ધરપકડ કરી છે. તેનો પતિ હરવિંદ્ર સિંહ ટ્રક ડ્રાઇવર છે. આરોપીના લગ્ન છ વર્ષ અગાઉ થયા હતા પરંતુ તે માતા બની શકી નથી. જેને કારણે તેણે બાળકી ચોરી લીધી હતી.

આ મામલાની તપાસ કરી રહેલા એએસઆઇ રાજિન્દ્ર સિંહે કહ્યુ કે, મહિલા અગાઉ પણ બાળકી ચોરવાનો પ્રયાસ કરી ચૂકી છે. મહિલાએ પોતાના પતિને ગર્ભવતી થયાની વાત ખોટી જણાવી હતી. પતિએ તેના પર વિશ્વાસ કરી લીધો. બાળકી ચોરી કરી તેના એક દિવસ અગાઉ જ મહિલાએ પતિને કોલ કરીને કહ્યુ હતુ કે, તેમને દીકરી થઇ છે. પતિ ટ્રક લઇને લાંબા સમયથી બહાર હતો પરંતુ જ્યારે પતિને વાસ્તવિકતા જાણી તો તેના હોશ ઉડી ગયા.

રાજવીર કૌર કોઇ બાળક લેવા માંગતી હતી જેને કારણે તેણે બાળકી ચોરવાની યોજના બનાવી. મહિલાએ અગાઉ કોઇ ગોમતી નામની મહિલાની બાળકી ચોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બાળકના પિતા ઉમેશને રૂપિયાની લાલચ આપી હતી પરંતુ કોઇ વાત આગળ વધી શકી નહીં. બાદમાં તેણે સિરભાવતીની બાળકી ચોરી લીધી અને પતિને કોલ કર્યો તે તેમને દીકરી થઇ છે. હરવિન્દ્રે પોતાની બહેનને કોલ કરીને રાજવીરની દેખભાળ માટે પોતાના ઘરે જવા કહ્યુ હતું.પરંતુ તે જાણતો નહોતો કે તેની પત્ની રાજવીર ખોટું બોલી રહી છે

બાળકી ચોર્યા બાદ રાજવીર પોતાની નણંદ ગુરપ્રીત કૌરના ઘરે પહોંચી પરંતુ જ્યારે નણંદે ટીવીમાં બાળકી ચોર્યાના સમાચાર સાંભળ્યા તો તેમને શંકા ગઇ હતી. તેણે આ અંગે રાજવીરને પૂછ્યુ તો અગાઉ તે પોતાની બાળકી હોવાનું રટણ રડતી રહી પરંતુ જ્યારે નણંદે પોલીસ બોલાવવાની વાત કરી તો તે બાળકી છોડીને ભાગી ગઇ. બાદમાં નણંદ બાળકીને લઇને સાહનેવાલ એરપોર્ટ પહોંચી. ત્યાં જઇને તેણે પોલીસને ફોન કર્યો કે કોઇ બાળકીને ઝાડીઓમાં ફેંકીને ચાલ્યુ ગયું છે. બાદમાં પોલીસે રાજવીરની ધરપકડ કરી હતી.

સિવિલ હોસ્પિટલમાંથી નવજાતની ચોરી કરતી રાજવીર સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટના બાદથી માતાની હાલત ખરાબ થઇ ગઇ હતી. આ ઘટના બાદ બાળકીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ઉમેશ લુધિયાની એક ફેક્ટરીમાં ફોરમેન છે. તેની પત્ની સિરભાવતીએ શનિવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો.

દરમિયાન તે દિવસે રાજવીર આવી અને બાળકીની ચોરી કરી જતી રહી હતી. આ સૂચના હોસ્પિટલના સ્ટાફને આપવામાં આવી હતી.પીડિતાએ કહ્યુ કે આરોપી મહિલા સોમવાર મોડી સાંજથી વોર્ડમાં ફરી રહી હતી. તેણે એક મહિલા સાથે જમી પણ હતી. અને રાત્રે ત્યાં જ સૂઇ ગઇ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page