Only Gujarat

FEATURED National

શું તમે પાતાળલોક જવાનો રસ્તો જોયો છે? બહુ જ રહસ્યમયી છે આ ગુફાવાળી દુનિયા

ગુફાઓનું પુરાતનકાળથી ઐતિહાસિક મહત્વ તો રહ્યુ જ છે. સાથે જ તેની અંદરની દુનિયા પણ કંઈ ઓછી રોમાંચક નથી. સામાન્ય રીતે આપણે વાંચીએ છીએકે, કોઈ ગુફાઓમાં ઋષિ-મુનિઓએ તપસ્યા કરી તો કોઈ ગુફાઓમાં ગ્રંથ લખાયા હતા. તો કોઈ ગુફાઓનો સંબંધ તો પતાળલોક સાથે પણ માનવામાં આવે છે. તો અમુકને તેની ઉંડાઈ માટે જાણવામાં આવે છે તો અમુકને તેની શિલ્પકલાઓ માટે. ભારત સિવાય વિદેશમાં પણ એવી રહસ્યમયી ગુફાઓનું લાંબુ લિસ્ટ છે તો ચાલો જાણીએ એવી ગુફાઓ વિશે.

ભારતની લાજવાબ બાદમી ગુફા
વિદેશની ગુફાઓ કરતાં ચાલો જાણીએ કર્ણાટકનાં બગલકોટ જીલ્લાનાં ઉંચા પહાડોમાં સ્થિત બાદમી ગુફા વિશે. આ બહુજ સુંદર ગુફા છે. તેમા નિર્મિત હિંદુ અને જૈન ધર્મનાં ચાર મંદિર પોતાના સુંદર નકશીકામ, કૃત્રિમ ઝરણું અને શિલ્પકળા માટે પ્રસિદ્ધ છે. પથ્થરોને કાપીને બનાવેલી ગુફાની શિલ્પકારી સારી છે. જણાવી દઈએકે, ગુફામાં ભગવાન શિવ અને વિષ્ણુંનું એક મંદિર પણ છે.

આ ગુફાથી જાય છે પાતાળલોકનો રસ્તો
ક્રૂબર,વોરોન્યાનાં બ્લેક સાગરનાં તટ પર અબકાઝિયા શહેરમાં સ્થિત છે. માનવામાં આવે છેકે, દુનિયાની સૌથી ઉંડી ગુફા છે. આ ગુફાની ઉંડાઈ 2197 ફૂટ છે. આ ગુફા ધરતીની અંદર ઘણી શાખાઓમાં વહેંચાયેલી છે. આ જ કારણ છેકે,પુરતત્વ વિદ્વાનોએ આ ગુફાને પાતાળલોકમાં જવાનો રસ્તો કહ્યો છે. આ ગુફાની શોધ 1960માં કરવામાં આવી હતી. આમ તો તેનું નામ ક્રૂબર છે પરંતુ તેને વોરોન્યા એટલેકેસ કાગડાઓની ગુફા પણ કહે છે.

પહાડો ઉપર બનેલી આ ગુફાઓ છે ખાસ
ઓડિશાનાં ભુવનેશ્વરની પાસે બે પહાડો છે ઉદયગિરિ અને ખંડગિરિ. આ પહાડોમાં આંશિક રૂપે કુદરતી અને આંશિકરૂપે કૃત્રિમ ગુફાઓ છે. તેનું પુરાતાત્વિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. હાથીગુમ્ફા શિલાલેખમાં તેનું વર્ણન ‘કુમારી પર્વત’નાં રૂપમાં આવે છે.

આ બંને ગુફાઓ લગભગ 200 મીટરનાં અંતર પર છે. અને એકબીજાની સામે છે. આ ગુફાઓ અજન્તા અને ઈલોરા જેટલી પ્રખ્યાત તો નથી. પરંતુ તેનું નિર્માણ બહુ સારી રીતે કરવામાં આવ્યુ છે. જે લોકોને આકર્ષિત કરે છે.

આ ગુફાનો સંબંધ પણ પાતાળલોક સાથે
ક્રૂબર સિવાય હિમાલયયમાં એક ગુફા છે. જેનો સંબંદ પાતાળ લોક સાથે હોવાનું કહેવાય છે. આ ગુફા વિશે મહર્ષિ વેદવ્યાસ જીએ સ્કંદ પુરાણનાં માનસખંડ 103માં અધ્યાયમાં ઉલ્લેખ કર્યો છે.

આ ગુફા ઉત્તરાખંડના પિથોરાગઢ જીલ્લામાં સમુદ્રતટની નીચે 1670 મીટરની ઉંચાઈએ છે. કહેવાય છેકે, ગુફાની અંદર એવાં ઘણા રસ્તા છે. જેનાં વિશે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, આ રસ્તાઓ પાતાળલોકમાં જાય છે. જોકે, આ રસ્તાઓનું રહસ્ય આજસુધી કોઈને સમજમાં આવ્યુ નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page