Only Gujarat

Sports

અનુષ્કા શર્માએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી તો બેગમ કરીનાએ કરી આ ખાસ વાત!

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 27 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે તે માતા બનવાની છે. અનુષ્કા અને વિરાટ કોહલીએ તે દરમિયાન એક તસવીર શેર કરી હતી અને ચાહકોએ તેમને શુભેચ્છાઓ આપી હતી. અનુષ્કાએ તાજેતરમાં જ એક ઇમોશનલ પોસ્ટ કરીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યા હતા, જેના પર કરીના કપૂર ખાને પણ વિશેષ ટિપ્પણી કરી છે.

અનુષ્કાએ તેની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું – તમારી અંદર નિર્મિત થઈ રહેલાં એક જીવનને અનુભવ કરવાથી વધારે વાસ્તિક અને વિનમ્ર બીજું કશું નથી, જ્યારે તે તમારા નિયંત્રણમાં ન હયો તો વાસ્તવમાં તે શું છે? આ પોસ્ટ પર કમેન્ટ કરતાં વિરાટે લખ્યું છે – મારી દુનિયા આ એક ફ્રેમમાં હાજર છે.

આ તસવીર પર ટિપ્પણી કરતાં કરીનાએ લખ્યું – તું સૌથી બહાદુર છો. આ સિવાય તેણે હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી છે. કરીનાની આ ટિપ્પણીને 12 હજારથી વધુ ચાહકોએ પસંદ કરી છે. જણાવી દઈએ કે આ સમયે કરીના પણ ગર્ભવતી છે. કરીના અને સૈફ અલી ખાન પણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને પાવર કપલ તરીકે પસંદ કરે છે. એક ઈન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને આ વાત કહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં કામ કરી રહી છે. આ ફિલ્મ હોલીવુડની સુપરહિટ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ હિન્દી રિમેક છે. આ સિવાય કરીના પાસે કરણ જોહરનો એક પ્રોજેક્ટ પણ છે. આ મલ્ટીસ્ટારર પ્રોજેક્ટનું નામ તખ્ત છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં વિકી કૌશલ, જાહ્નવી કપૂર, આલિયા ભટ્ટ, અનિલ કપૂર, રણવીર સિંહ અને ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સ પણ જોવા મળશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page