Only Gujarat

Sports

સંબંધીની યુવતીને જ દિલ દઈ બેઠો હતો વિરેન્દ્ર સહેવાગ, 14 વર્ષ સુધી નિભાવ્યો પ્રેમ

ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગનો 20 ઑક્ટોબરે જન્મદિવસ હોય છે. હાલ તે આઈપીએલ સાથે કમેન્ટ્રીના માધ્યમથી જોડાયેલા છે. તે તમામ ખેલાડીઓના ઑનલાઈન ઈન્ટરવ્યૂ પણ લે છે. વીરેન્દ્ર સહવાગની ગણતરી ભારત જ નહીં પરંતુ દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેનમાં થાય છે. પરંતુ તે માત્ર તેના ક્રિકેટ સ્કિલ્સ માટે જ પ્રસિદ્ધ નથી, તેમની લવ સ્ટોરી પણ ખૂબ જ મજેદાર છે. આ એક પ્રકારની કહાની છે જેને સાંભળીને આપણે સૌ મોટા થયા છે. મેદાન પર પોતાની બેટિંગથી બેટ્સમેનની ઉંઘ ઉડાડતા સહેવાગની લવ સ્ટોરી ખૂબ જ સ્લો રહી છે. 17 વર્ષની દોસ્તીને પ્રેમમાં બદલતા 14 વર્ષ લાગી ગયા હતા. આવો જાણીએ પોતાના અનોખા અંદાજ માટે જાણીતા સહવાગની એકદમ રસપ્રદ લવસ્ટોરી..

શું તમે માનશો કે વીરેન્દ્ર સહવાગ જ્યારે પહેલી વાર આરતી અહલાવતને મળ્યો તો તેમની ઉંમર માત્ર સાત વર્ષ હતી. જ્યારે સહવાગ 21 વર્ષના હતા ત્યારે તેમણે આરતીને પ્રપોઝ કર્યું હતું. 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્નનો નિર્ણય લીધો. આ આર્ટિકલના માધ્યમથી અમે તમને વીરેન્દ્ર સહવાગ અને તેમની પત્ની આરતી અહલાવતની લવ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વીરેન્દ્ર સહવાગનો જન્મ એક મોટા અને ખુશહાલ સંયુક્ત પરિવારમાં થયો છે. તેમના અનેક કઝિન હતા. 1980ના દાયકા દરમિયાન સહવાગના કાકાના દીકરાના લગ્ન એક છોકરી સાથે થયા જે આરતીના કુટુંબના હતા. પરંતુ એ સમયે તેઓ સાત વર્ષના અને આરતી પાંચ વર્ષના હતા. આ લગ્નમાં તેઓ પહેલીવાર બાળકોના સ્વરૂપમાં મળ્યા અને એકસાથે રમવાનું શરૂ કરી દીધું. જેમ-જેમ તેઓ મોટા થતા ગયા, મિત્રતા વધુ સારી થઈ અને ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ બંનેને ખબર જ ન પડી.

સહવાગે ક્યારેય આરતી સામે તેનો ઉલ્લેખ ન કર્યો પરંતુ તેમના મનમાં આરતી પ્રત્યે પ્રેમ હતો. તેઓ બંને એકબીજાના સગા થાય છે. આરતીની મોટી બહેને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ લગ્ન કુટુંબમાં જ થયા છે. આ લવ મેરેજ હતા. અમાર ફઈના લગ્ન સહવાગના પરિવારમાં તેના કઝિન સાથે થયા હતા. આ લગ્ન બાદ વીરેન્દ્ર અને અમારા ફઈ વચ્ચે દિયર-ભાભીનો સંબંધ હતો. શરૂમાં વીરેન્દ્ર અને આરતી માત્ર મિત્રો હતો અને એકબીજાને બડી કહેતા હતા.

સહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલની દેખભાળ આરતી જ કરે છે. જણાવીએ આરતી જાણીતા એડવોકેટ સૂરજ સિંહ અહલાવતની દીકરી છે. આરતી દિલ્લીના મૈત્રેયી કૉલેજથી બીએ ગ્રેજ્યુએટ છે. હાલ સહવાગ પોતાની સ્કૂલની સાથે કમેન્ટ્રીમાં બિઝી છે.

જ્યારે સહવાગે આરતીને પ્રપોઝ કર્યું
જ્યારે સહવાગ 21 વર્ષના થયા તો તેમણે કદાચ નિર્ણય કર્યો કે હવે બહુ થયું, આ સંબંધને આગળ વધારવાનો સમય આવી ગયો છે. હવે પુરા 14 વર્ષ સુધી સાથે રહ્યા બાદ અને આરતીને જાણ્યા બાદ સહવાગે મે 2002માં આરતીને પ્રપોઝ કરવાનો નિર્ણય લીધો. સહવાગે બસ મજાકમાં આરતીને પ્રપોઝ કર્યો હતું પરંતુ આરતીએ તેના સાચું માની લીધું અને તેણે હા પાડી દીધી.

આવી રીતે થયા લગ્ન
લગભગ 3 વર્ષ ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જો કે તેમના માતા-પિતાને બંનેના અફેરની ખબર નહોતી. જ્યારે માતા-પિતાને ખબર પડી તો તેમણે લગ્નની ના પાડી દીધી. જો કે, બંનેના પ્રેમ આગળ માતા-પિતાએ ઝુકવું પડ્યું અને આખરે 22 એપ્રિલ 2004માં બંનેએ લગ્ન કર્યા.

સહવાગે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમારા પરિવારમાં નજીકના સંબંધીઓમાં લગ્ન નથી થતા. અમારા લગ્ન માટે પણ પેરેન્ટ્સ તૈયાર નહોતા. થોડો સમય લાગ્યો પરંતુ અંતે તેઓ માની ગયા. તેમના માટે આ લગ્નની છૂટ આપવી અઘરું હતું. જ્યારે આરતી એ જણાવ્યું કે ઘરમાં અનેક એવા લોકો હતા, જેઓ આ લગ્નથી ખુશ નહોતા. એવું નહોતું કે માત્ર મારા ઘરના લોકો, વીરૂના પરિવારના લોકો પણ નારાજ હતા.

એક ઈન્ટરવ્યૂમાં સહવાગે જણાવ્યું હતું કે, આરતી ખૂબ જ સિંપલ છે અને બધુ સમજે છે. સહવાગે આગળ કહ્યું કે અનેક વાર તે ખૂબ જ ભાવુક થઈ જાય છે, પરંતુ તે તેના સ્વભાવનો એક ભાગ છે. હું ખૂબ જ ખુશ છું કે જે મહિલા સાથે મે પ્રેમ કર્યો તેની સાથે જ લગ્ન કર્યા છે.

આરતી જણાવે છે કે મને હજુ પણ યાદ છે જ્યારે તેમણે મને ટેડીબિયર ગિફ્ટ કર્યું હતું. આ અમારા લગ્ન પહેલાની વાત છે. પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરીને સારું લાગે છે. આરતીએ જણાવ્યું કે, તે ખૂબ જ સરળ વ્યક્તિ છે. જમીન સાથે જોડાયેલા અને સમજદાર છે. તેમના વિશે સૌથી સારી વાત એ છે કે તે ખૂબ જ કમિટેડ વ્યક્તિ છે. એક વાર જે પ્રૉમિસ કરે છે તે પુરું કરીને જ રહે છે.

નવી દિલ્લીમાં ભાજપના દિગ્ગજ નેતા શ્રી અરુણ જેટલીના ઘરે બંનેના લગ્ન થયા હતા. એક પણ મીડિયાકર્મીને અંદર નહોતો જવા દેવાયો. મહેમાનોએ એન્ટ્રી માટે પોતાનું નિમંત્રણ કાર્ડ બતાવવું પડ્યું હતું. લગ્ન હરિયાણવી અંદાજમાં થયા હતા. સહવાગે લગ્નમાં ડિઝાઈનર અચકન પહેર્યું હતું. જ્યારે આરતીએ પિંક લહેંગો. લગ્ન બાદ દિલ્લીની ફાઈવ સ્ટાર હોટલમાં ભવ્ય રિસેપ્શન થયું હતું.

સહવાગ અને આરતીના બાળકો
બંને બે બાળકોના માતા-પિતા છે. 2007માં તેમના પહેલા બાળકનો જન્મ થયો હતો જેનું નામ આર્યવીર છે. સંયોગ જુઓ કે આર્યવીરનો જન્મ સહવાગના જન્મદિવસના બે દિવસ પહેલા થયો હતો. પછી 2010માં બંનેના બીજા દિકરાનો જન્મ થયો, જેનું નામ વેદાંત છે.

You cannot copy content of this page