Only Gujarat

Sports

હાર્દિક પંડ્યાનો લાડલો થયો 2 મહિનાનો, પત્નીએ દીકરાની શૅર કરી મસ્તીભરી તસવીરો

દુબઈઃ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિચ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને પોતાની તથા દીકરાની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં હાર્દિક અને નતાશાનો દીકરો અગસ્ત્ય પંડ્યા 2 મહિનાનો થઈ ગયો છે. એવામાં નતાશાએ અગસ્ત્ય સાથેની નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરો લોકોએ પસંદ કરી હતી અને લોકેશ રાહુલે પણ તેની પર કોમેન્ટ કરી છે.

નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર અગસ્ત્ય સાથેની તસવીર શેર કરતા લખ્યું કે, ‘2 મહિના, અગસ્ત્ય’. આ સાથે જ નતાશાએ લવ ઈમોજી પણ શેર કરી હતી. અગસ્ત્યની શેર કરવામા આવેલી આ તસવીરને 3 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ્સ કરી છે. જેમાં ક્રિકેટર લોકેશ રાહુલની કોમેન્ટ પણ સામેલ હતી.

અગસ્ત્ય અને નતાશાની તસવીર જોઈ લોકેશ રાહુલ પણ કોમેન્ટ કરવાથી પોતાને અટકાવી શક્યો નહીં અને હાર્ટ ઈમોજી સાથે ખુશી વ્યક્ત કરી હતી. લોકેશ રાહુલની કોમેન્ટ્ને જ 700 કરતા વધુ લાઈક મળી હતી.

લોકેશ રાહુલ અને હાર્દિક પંડ્યા બંને હાલ યુએઈમાં છે અને આઈપીએલમાં પોતાની ટીમ તરફથી રમી રહ્યાં છે. જોકે હાર્દિક પંડ્યા હજુસુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેની ટીમની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ 3 મેચમાં 1 જીત અને 2 હાર સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે છે.

You cannot copy content of this page