Only Gujarat

FEATURED Sports

માલદિવ્સમાં સાયકલ પર હરભજનસિંહ કોને બેસાડીને ફરી રહ્યો છે? તસવીરો આવી સામે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી હરભજનસિંહ હાલના દિવસમાં માલદીવમાં પોતાના પરિવાર સાથે વેકેશન માણી રહ્યો છે. હરભજનસિંહે અહીં પોતાની દીકરી અને પત્ની સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ ફોટોમાં હરભજનસિંહ પત્ની ગીતા બસરા અને દીકરીને સાઈકલ પર બેસાડીને માલદીવના બીચની શેર કરાવી રહ્યો છે.

ફોટો શેર કરતાં તેણે કહ્યું હતું કે, સાઈકલ રાઈડ વિશ માય ગર્લ્સ. નોંધનીય છે કે આ ઓફ સ્પિનરે હજુ સુધી નિવૃતિ જાહેર કરી નથી. આ વર્ષે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી શકે છે.

હરભજનસિંહે જે તસવીર શેર કરી છે તેમાં તે સાઈકલની હવા ઓછી દેખાઈ રહી છે. લોકોએ તેની આ વાતને લઇને ખૂબ મજાક ઉડાવી રહ્યા છે.

ભજ્જીએ વર્ષ 2015માં બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરા સાથે લગ્ન કર્યા હતા. જેના નવ મહિના બાદ તે એક દીકરીનો પિતા બન્યો હતો.

હરભજનસિંહની દીકરીનું નામ હીનયા હીર પ્લાહા છે. તેની દીકરી ત્રણ વર્ષની થઇ ચૂકી છે.

હરભજનસિંહ અનેક વાર પોતાની દીકરીની સાથે મસ્તી કરતો જોવા મળે છે.

હરભજનસિંહ હજુ પણ આઇપીએલની ટીમ ચેન્નઇ સુપરકિંગ્સની ટીમનો હિસ્સો છે. આ અગાઉ અનેક વર્ષો સુધી તે મુંબઇ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page