Only Gujarat

National TOP STORIES

Budget 2020: નવા ટેક્સ સ્લેબને લઈને તમે કન્ફ્યુઝ છો? તો અહીં સમજો આખું ગણિત

નવી દિલ્હી: મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળનું બીજું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટની સાથે જ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નવા ઈન્કમ ટેક્સ સ્લેબની જાહેરાત કરી હતી. નવા ઈન્કમ ટેક્સ સ્લેબ વૈકલ્પિક હશે પરંતુ લોકો હજુ પણ નવા સ્લેબને લઈને મુંઝવણમાં છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણમાં બજેટના ભાષણમાં જાહેરાત કરી હતી કે 2.50 લાખ રૂપિયાની કમાણી પર ટેક્સ મુક્ત છે. 2.50થી 5 લાખ રૂપિયા સુધીની કમાણી પર 5 ટકા ટેક્સ ચુકવવો પડશે. પરંતુ આમાં સરકાર રીબેટ આપે છે જેનાથી આ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રિ થઈ જાય છે. 5થી 7.50 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર લોકોને હવે 10 ટકા ટેક્સ ચુકવવો પડશે. 7.50 લાખ રૂપિયા સુધીની ઈન્કમ પર હવે 15 ટકા ટેક્સ થશે.
(આ તસવીર ગુગલ પરથી લેવામાં આવેલી છે)

આ ઉપરાંત 10થી 12.50 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર લોકોને 20 ટકા ટેક્સ ચુકવવો પડશે. આ સિવાય 12.50થી 15 લાખની કમાણી કરનાર લોકોને 25 ટકા ટેક્સ આપવો પડશે. જ્યારે જેની કમાણી 15 લાખથી વધારે છે તો તે લોકોને 30 ટકા ટેક્સ ભરવો પડશે.
(આ તસવીર ગુગલ પરથી લેવામાં આવેલી છે)

શું છે જૂનો ટેક્સ સ્લેબ? : જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે 2.5 લાખ રૂપિયા સુધી એક પણ રૂપિયો ટેક્સ ભરવો પડતો નથી. 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધી 5 ટકા ઈન્કમ ટેક્સ હતો અને આમાં પણ રિબેટ મળતો હતો. 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા ઈન્કમ ટેક્સ ભરવો પડતો હતો. આ સિવાય 10 લાખ રૂપિયાથી વધારે આવક પર 30 ટકા ટેક્સ ભરવો પડતો હતો. પરંતુ બે ઈન્કમ ટેક્સ સિસ્ટમમાંથી કરદાતા કોઈ પણ એકની પસંદગી કરી શકે છે.
(આ તસવીર ગુગલ પરથી લેવામાં આવેલી છે)

નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, જે ટેક્સ પેયર્સ ડિડક્શન અને છૂટનો ફાયદો નહીં મળે તેમને જ ઈન્કમ ટેક્સના નવા રેટનો ફાયદો મળશે. કુલ મળીને 70 રિબેટ છોડ્યા બાદ નવા ટેક્સ સિસ્ટમનો ફાયદો મળશે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, નવા ટેક્સ સ્લેબથી કરદાતાઓને ટેક્સ સિસ્ટમમાં ઈન્કમ ટેક્સના સેક્શન 80C, 80D, 24 તરફથી મળનાર તમામ છૂટનો ફાયદો હવે બંધ થઈ જશે.
(આ તસવીર ગુગલ પરથી લેવામાં આવેલી છે)

જોકે, નવા ટેક્સ સ્લેબ પ્રમાણે, ટેક્સના દર ઓછો લાગશે પરંતુ આમાંથી કોઈ છૂટ મળશે નહીં. પરંતુ જૂના ટેક્સ સ્લેબમાં ટેક્સની છૂટ મળશે. હજુ સુધી 80Cમાં એલઆઈસી, પીપીએફ, એનએસસી, યુલીપ, ટ્યુશન ફિ, મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ, હોમ લોન, બેંકોમાં ટર્મ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસમાં 5 વર્ષ માટે ડિપોઝિટ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનાર લોકો ટેક્સમાં છૂટનો ફાયદો ઉઠાવે છે.
(આ તસવીર ગુગલ પરથી લેવામાં આવેલી છે)

પરંતુ નવા ટેક્સ સ્લેબમાં આ છૂટ મળશે નહીં. આ સિવાય 80 Dમાં હેલ્થ ઈશ્યોરન્સ પર પણ ટેક્સની છૂટ મળશે નહીં. આવામાં ઉદાહરણમાં સમજી એ કે જૂના અને નવા ટેક્સ સ્લેબમાં કેટલું અંતર છે.
(આ તસવીર ગુગલ પરથી લેવામાં આવેલી છે)

વર્ષે 7.5 લાખ રૂપિયાની આવક પર કેટલો લાગશે ઈન્કમ ટેક્સ? : જો એક વર્ષમાં 7.5 લાખ રૂપિયા આવે છે અને તે 80Cના 1.5 લાખ રૂપિયા, 80D અથવા એનપીએ બન્નેમાંથી કોઈ એકને પસંદ કરીને 50 હજારની છૂટ, સ્ટાડર્ન્ડ ડિડક્શન 50 હજાર રૂપિયા અને હોમલોન ઈન્ટરેસ્ટ પર 2 લાખ રૂપિયાની છૂટ લે છે તો કુલ 4.5 લાખ રૂપિયા થઈ જાય છે તો ટેક્સેબલ ઈન્કમ 3 લાખ રૂપિયા થશે. જે અંતર્ગત કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. પરંતુ નવા ટેક્સ સ્લેબ અંતર્ગત 4 ટકા સેસની સાથે 39000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે.

જો 7.5 લાખ રૂપિયા વર્ષમાં કમાણી કરનાર વ્યક્તિ જો ફક્ત 80C અંતગર્ત 1.5 લાખ રૂપિયાની છૂટ લે છે તો તેની ટેક્સેબલ ઈન્કમ 6 લાખ રૂપિયા થશે તો તેને 33800 રૂપિયા ટેક્સ રૂપે ભરવા પડશે.
(આ તસવીર ગુગલ પરથી લેવામાં આવેલી છે)

વર્ષે 10 લાખ રૂપિયાની આવક પર કેટલો લાગશે ઈન્કમ ટેક્સ? : જો કરદાતાની વર્ષની ઈન્કમ 10 લાખ રૂપિયા છે અને તે કુલ છૂટ 4.5 લાખ રૂપિયાની લે છે તો તેની ટેક્સેબલ ઈન્કમ 5.5 લાખ રૂપિયા થશે. જેની પર જૂના ટેક્સ સ્લેબમાં 4 ટકા સેસની સાથે 23400 રૂપિયાનો ટેક્સ ભરવો પડે છે. પરંતુ નવા ટેક્સ સ્લેબમાં કરદાતાને 78000 રૂપિયાનો ટેક્સ ભરવો પડશે.

(આ તસવીર ગુગલ પરથી લેવામાં આવેલી છે)

પરંતુ જો 10 લાખ રૂપિયા વર્ષે ઈન્કમ કરનાર વ્યક્તિ ફક્ત 80C અંતગર્ત 1.5 લાખ રૂપિયાની છૂટ લે છે તો તેની ટેક્સેબલ ઈન્કમ 8.5 લાખ રૂપિયા થશે. આવામાં તેને 85800 રૂપિયા ટેક્સ ભરવો પડશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page