Only Gujarat

Bollywood TOP STORIES

બર્થ-ડે પાર્ટીમાં શિલ્પા અને શમિતાનો હોટ અંદાજ, જુઓ તસવીરો

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી 41 વર્ષની થઈ ગઈ છે. શમિતાનો જન્મ 2 ફેબ્રુઆરી, 1979ના રોજ મેંગલુરુમાં થયો હતો. શમિતાએ શનિવાર મોડી રાત્રે પોતાના ફેમિલી અને ફ્રેન્ડ સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. આ તકે શમિતાએ મોટી બહેન શિલ્પા સાથે કેમેરામેનને અલગ-અલગ પોઝ આપ્યા હતા. સુંદરતાના મામલામાં શમિતા મોટી બહેન શિલ્પાથી જરાય ઓછી નથી. જોકે ‘મોહબ્બતે’ જેવી સુપરહિટ ફિલ્મોથી ડેબ્યૂ કર્યા પછી શમિતાની ફિલ્મી કરિયર ફ્લોપ રહી હતી.

શમિતાની બર્થ-ડે પાર્ટીમાં આર માધવન પત્ની સાથે સામેલ થયો હતો. શમિતાના જીજાજી રાજ કુંદ્રા પણ આ તકે હેન્ડસમ દેખાતા હતા. શમિતાએ પાર્ટીમાં બ્લેક કલરની ડ્રેસ પહેર્યો હતો અને સાથે ઘણી બધી ગોલ્ડની ચેઈન પહેરી હતી.

શમિતા 41 વર્ષની ઉંમરમાં પણ કુંવારી છે. શમિતાએ સેન્ટ એન્થોની ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્ટડી કર્યો હતો. ગેજ્યુએશન માટે તેણે મુંબઈની સીડેનહમ કોલેજમાં એડમીશન લીધું હતું. અહીંથી તેણે કોમર્સમાં સ્ટડી પૂરી કરી હતી. ત્યાર પછી તેણે મુંબઈની એક જ કોલેજમાંથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો. શમિતા ફેમિસ ડિઝાઈન મનીષ મલ્હોત્રાને ત્યાં ઈન્ટર્નશીપ કરી હતી. એક દિવસ મનીષે તેને એક્ટિંગમાં હાથ અજમાવવાની સલાહ આપી હતી.

ફિલ્મ ‘મોહબ્બતે’ માટે 2001માં શમિતાએ આઈફા બેસ્ટ ડેબ્યૂ એક્ટર (ફીમેલ) એવોર્ડ જીત્યો હતો. આજ વર્ષે તનું ગીત ‘શરારા શરારા’ આવ્યું અને શમિતા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. વર્ષ 2005માં રીલિઝ થયેલી ફિલ્મ ‘ઝહર’માં શમિતાના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મો ઉપરાંત શમિતા ઈન્ટીરિયર ડિઝાઈનિંગમાં પણ ખૂબ નામ કમાયું હતું.

જોકે શમિતાની એક્ટિંગ કરિયર ખાસ રહી નહોતી. પોતાની ફ્લોપ બોલિવૂડ કરિયર માટે શમિતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતં કે તેણે ડેબ્યૂ પછી ખોટી ફિલ્મો સાઈન કરી હતી. જેના માટે તે હજી પણ અફસોસ કરે છે. તેણે કહ્યું હતું કે તે સમયે તેણે પોતાની કરિયર બાબતે વધુ ચિંતા કરવાની જરૂર હતી.

શમિતાએ કહ્યું હતું, ‘‘હું પણ સારી હીરોઈન બની શકતી હતી, પણ થોડી ફિલ્મો પછી હું ખૂબ સિલેક્ટિવ થઈ ગઈ હતી. હું એ વાત સમજી ના શકી કે જો તમે દેખાશો નહીં તો લોકો તમને ભૂલી જશે. એ વાતનો અહેસાસ મને ખૂબ લાંબા સમય બાદ થયો હતો કે મારે કામ કરતું રહેવું જોઈતું હતું. આ જ ઈન્ડસ્ટ્રિઝનો નિયમ છે.’’

શમિતા શેટ્ટીની બર્થ-ડે પાર્ટીમાં તેણે મોટી બહેન શિલ્પા સાથે કેમેરામેન સામે ઘણા બધા  પોઝ આપ્યા હતા.

You cannot copy content of this page