Only Gujarat

Gujarat TOP STORIES

‘ચેક વિવાદ’માં ફસાયેલા રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન વિશે જાણો

રાજકોટ: પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની રાજકોટમાં કરવામાં આવેલી ઉજવણીના કવરેજ માટે કલેક્ટર રેમ્યા મોહને અલગ-અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના આઠ અખબારોના પત્રકારોને રૂપિયા 50-50 હજારના ચેક આપીને કૌભાંડ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ આઠ અખબારોમાંથી ‘દિવ્ય ભાસ્કર’ના પત્રકારને પણ 50,000નો ચેક આપવામાં આવ્યો હતો પરંતુ ભાસ્કરના પત્રકારે માત્ર પુરાવા એકત્રિત કરવાના ભાગરૂપે ચેક લીધો હતો ત્યાર બાદ ચેક પરત આપી દીધો હતો. જોકે આ કૌંભાડ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટના કલેક્ટરે પોતાની સહીવાળા ચેકથી પત્રકારોને 50 હજાર રૂપિયા આપ્યા હોવાનો મામલો સામે આવતાં રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો હતો. તો આવો આપણે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની પર્સનલ લાઈફ પર એક નજર કરીએ…

રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન મૂળ કેરળના વતની છે. રેમ્યા મોહનને 2007માં ગુજરાત કેડરમાં પહેલું પોસ્ટિંગ મળ્યું હતું. તેમની જન્મદિવસ 14 એપ્રિલ 1980 છે. તેમણે બી.એ. (Literature in English)માં અભ્યાસ કર્યો છે ત્યાર બાદ પી.જીમાં મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો ત્યાર બાદ પુણેથી M.B.A. (Symblosis)ની ડિગ્રી પણ ધરાવે છે. ડીડીઓ તરીકે સારી કામગીરી બદલ તેમને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

રેમ્યા મોહનનું માનવું છે કે, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ દરેક નાગરિકને જાહેર સેવાઓ પહોંચાડવા માટે એક મોટી ઉપયોગિતા બની શકે છે. રેમ્યા મોહન ફ્રી ટાઈમમાં અંગ્રેજીમાં કવિતા પણ લખવાનું પસંદ કરે છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આ પહેલા રેમ્યા મોહન ભુજમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જ્યારે વલસાડમાં પણ કલેક્ટર તરીકે અને સુરતમાં ડીડીઓનો પણ ચાર્જ સંભાળી ચૂક્યા છે.  તેમણે જ્યાં પણ ફરજ બજાવી છે લોકો તેમના કામના ખૂબ વખાણ કરે છે.


મહત્વની વાત એ છે કે, રેમ્યા મોહન શિસ્તનાં ભારે આગ્રહી છે અને તેની કામગીરી હેઠળ સામાન્ય લોકોનું પણ કામ ફટાફટ થાય છે. તેમની છબી લોકપ્રિય અધિકારી તરીકેની છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page