Only Gujarat

Bollywood FEATURED

રંગને કારણે આ યુવકની ઉડે છે મજાક, પણ કામ એવું કર્યું છે કે જાણીને ભૂલી જશો સામાન્ય દેખાવ

હૈદરાબાદઃ એટલી કુમાર દક્ષિણ ભારતીય સિનેમાના જાણીતા ડાયરેક્ટર છે. 21 સપ્ટેમ્બર, 1986ના તમિલનાડુના મદુરૈમાં જન્મેલા એટલી કુમારનું આખું નામ અરુણ કુમાર છે. 2013માં અરુણ કુમારે ‘રાજા રાની’ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મે બૉક્સ ઑફિસ પર ખૂબ સારો બિઝનેસ કર્યો હતો.

પહેલી ફિલ્મથી એટલીને ખૂબ જ લોકપ્રિયતા મળી. તેમને ‘રાજા રાની’ માટે બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર માટે વિજય અવૉર્ડ પણ મળ્યો હતો. તે સાધારણ કદ-કાઠી, પાતળા શરીર અને શામળા રંગના દેખાય છે અને જેના કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. સરકારી નોકરીના ફાયદાવાળા મીમ બનાવીને એટલીને ટ્રોલ કરવામાં આવે છે.

ડાયરેક્શનમાં ડેબ્યૂ કરતા પહેલા એટલી કુમારે જાણીતા ડાયરેક્ટર એસ શંકર સાથે પાંચ વર્ષ સુધી કામ કર્યું. આસિસ્ટન્ટ ડિરેક્ટર કુમારે પોતાની આગામી ફિલ્મ Nanban (2012)માં તેની સાથે કરવાનું ચાલુ રાખ્યું. જે હિન્દી ફિલ્મ 3 ઈડિયટ્સની રિમેક હતી. તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ એપલ પ્રોડક્શન શરૂ કર્યું અને ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોઝ સાથે પોતાની પહેલી ફિલ્મ ‘Sangili Bungili Kadhava Thorae’ બનાવી.

એટલીએ અભિનેત્રી કૃષ્ણા પ્રિયા સાથે 2014માં લગ્ન કર્યા હતા. બંને લગભગ 8 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. જે બાદ તેમણે પોતાના સંબંધોને લગ્નનું નામ આપી દીધું. 2014માં થયેલા તેમના લગ્નમાં સાઉથ ઈન્ડિયાની દિગ્ગજ હસ્તીઓએ શિરકત કરી હતી. કૃષ્ણા પ્રિયા મશહૂર ટીવી એક્ટ્રેસ છે અને અનેક સીરિયલ્સમાં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે. આ ઉપરાંત તે સાઉથની સુપરહિટ ફિલ્મ ‘સિંઘમ’માં દિવ્યા મહાલિંગમના કેરેક્ટરમાં જોવા મળી ચૂકી છે.

એટલી કુમારની વાત કરીએ તો તેમણે મલ્ટીસ્ટારર ફિલ્મ ‘બિગિલ’નું ડાયરેક્શન કર્યું છે. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

You cannot copy content of this page