Only Gujarat

International TOP STORIES

એક કોરોના પોઝિટિવ વ્યક્તિએ 10 લોકોને કર્યાં ‘ચેપી’, વીડિયો જોઈને સમજાશે કોરોનાની ગંભીરતા

કોરોના વાયરસે થોડા જ મહિનામાં દુનિયાના લગભગ તમામ દેશને પોતાનો શિકાર બનાવ્યા છે. ચીનના વુહનમાંથી નીકળેલા આ ભયાનક વાયરસથી અંદાજે તમામ દેશમાં મૃતકોની સંખ્યા હજારોમાં પહોંચી છે. અમેરિકા અને ઇટલી જેવા દેશમાં તો મૃત્યુઆંક લાખોમાં છે. કોરોનાની સ્પીડ જોતા જ સમજી શકાય છે કે તે કેટલો જીવલેણ છે. પરંતુ જાપાનના કેટલાક વિજ્ઞાનિકોએ એક એક્સપેરિમેન્ટની મદદથી કોરોના કેવી રીતે અને કેટલી ઝડપથી ફેલાઇ છે તે જણાવ્યું.

જાપાના વિજ્ઞાનીકોએ કોનારાની ઝડપ સમજાવવા માટે કે એક રેસ્ટોરન્ટનો વીડિયો બવાવ્યો છે. આ વીડિયોમાં રેસ્ટોરન્ટમાં 11 લોકો જમવા આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિના હાથમાં ઇનવિઝિબલ કલર લગાવ્યો. આ કલર થૂંકના કણ જેવો હોય છે. ત્યારબાદ જે જોવા મળ્યું તે જાણીને તમને ખુબ જ આશ્ચર્ય થશે.

માત્ર અડધા કલાકમાં જ રેસ્ટોરન્ટના હાજર તમામ વ્યક્તિના હાથમાં પેન્ટ એટલે કે થૂકના કણ નજર આવ્યા. આ એક્સપેરિમેન્ટની મદદથી જાણવા મળ્યું કે વાયરસ કેટલી ઝડપથી જાહેર જનતામાં ફેલાઇ છે.

આ પ્રયોગની મદદથી જાણવા મળ્યું કે વાયરસ ફેલાવવા માટે કેટલાક પરિબળો રહેલા છે. જેમ કે તમે સંક્રમિત વ્યકિતની પાસે કેટલાક સમય સુધી રહ્યાં. તમે સંક્રમિત વ્યક્તિના કેટલા સંપર્કમાં આવ્યા. શું સંક્રમિત વ્યક્તિ દ્વારા છીંક ખાવાથી તમને કોઇ છાંટા ઉડ્યા વગેરે.

વાયરસ તમારા શરીરમાં ત્યારે પહોંચી શકે જ્યારે તે તમારી આંખ, નાક અથવા મોઢામાં પહોંચે. કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે કોરોના સંક્રમણનું મુખ્ય કારણ ખાંસી કે છીંક ખાવાનું છે. કોઇ વ્યક્તિની ખુબ જ નજીક જઇને વાત કરવી અથવા તેની સાથે ખાવાનું ખાવાથી વાયરસ ફેલાઇ શકે છે.

જો તમે કોઇ વ્યક્તિની એટલી નજીક છો કે તેના મોઢામાંથી તમને લસણ અથવા હળદરની દુર્ગંધ આવી રહી છે તો તમને પણ વાયરસ લાગુ પડી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તાએ કહ્યું કે કોઇ બીમાર વ્યક્તિથી ઓછામાં ઓછી ત્રણ ફૂટની દૂરી બનાવી રાખવી જરૂરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page