Only Gujarat

National TOP STORIES

દેશમાં લોકડાઉનથી કોરોના વાયરસને રોકી શકાશે નહીં? જાણો એક્સપર્ટ શું કહે છે?

કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે દેશ 60 દિવસથી વધુ સમય માટે લોકડાઉનમાં રહ્યો. ભારત હવે અનલોક થઈ રહ્યું છે, પરંતુ કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, દેશમાં લોકડાઉનનાં અમલીકરણ અંગે ચર્ચા છે. પરંતુ શું કોરોનાના કેસને રોકવા માટે લોકડાઉન કરવાની જરૂર છે. સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દિલ્હી, તમિલનાડુ અને મહારાષ્ટ્રની સરકારોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ લોકડાઉન નહીં કરે. તો, નિષ્ણાંતો પણ માને છે કે લોકડાઉન એ કોરોના વાયરસને રોકવા માટેનો કોઈ ઉપાય નથી.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક સર્જરીના ડિરેક્ટર, ડો.અરવિંદ કુમારે કહ્યું કે, જેમ જેમ કોરોનાના કેસ વધે છે, તેમ આરોગ્ય કર્મચારીઓની જરૂરિયાતો પણ વધશે, જેની આપણી પાસે પૂરતી સંખ્યા નથી. તેમણે કહ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓ જેટલાં વધારે હશે તેટલું જ તેઓનું કામ વધશે અને તેમના પર દબાણ પણ વધશે. આપણી પાસે અહીં દર્દીઓની સંખ્યા વધુ છે જ્યારે બેડ અને આરોગ્ય કર્મચારીઓ ઓછા છે. તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ ખરાબ પરિસ્થિતી થઈ જશે.

દિલ્હી-તમિલનાડુમાં કોરોના સંક્રમણ તીવ્ર
ડો.કુમારે કહ્યું કે અમે એવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં વધુ દર્દીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઓછા હશે. જેના કારણે દબાણ વધશે અને મૃત્યુ દર પણ વધશે. હું સેલ્ફ ઈંપોઝ્ડ લોકડાઉનના પક્ષમાં રહીશ. જ્યાં સુધી કોઈ મોટી આવશ્યકતા ન હોય ત્યાં સુધી ઘર છોડશો નહીં. તેમણે કહ્યું કે લોકો વચ્ચે અંદરો-અંદર સંપર્ક વધ્યો છે, જેના કારણે દેશમાં કેસો વધી રહ્યા છે. રામલીલા મેદાન અને સ્ટેડિયમમાં બેડ રાખી શકાય છે, પરંતુ હોસ્પિટલના બેડ તેને બનાવી શકતા નથી. હોસ્પિટલના બેડ માટે ફક્ત બેડની જ જરૂર નથી, તબીબી કર્મચારીઓ પણ જરૂરી છે.

‘લોકડાઉન કોઈ સમાધાન નથી’
ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનાં અધ્યક્ષ ડો.અશોક શેઠીએ કહ્યું કે આપણે લોકડાઉનનું તર્ક સમજવું પડશે. અમે કડક લોકડાઉન લાગુ કર્યું હતું, જે કોરોના માટેનું સમાધાન નથી. લોકડાઉનને કારણે ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. બીજા કેટલાક કારણોસર થઈ રહેલા મૃત્યુને આપણે ભૂલી ગયા છીએ.

તેમણે કહ્યું કે, હાલમાં કોરોનાથી દરરોજ 400 મૃત્યુ થઈ રહ્યા છે, પરંતુ કુપોષણને લીધે, 5 વર્ષથી ઓછી વયના 2 હજાર બાળકો દરરોજ મરી રહ્યા છે. તે હવે બમણી થઈને 5 હજાર થઈ ગઈ છે. દરરોજ આશરે 6 હજાર હૃદયનાં દર્દીઓ મૃત્યુ પામે છે. તેમણે કહ્યું કે જો લોકડાઉન રહ્યું તો દેશ અને શહેર ટકી શકશે નહીં. આપણે આ વાયરસથી જીવવાનું છે. આપણે સ્થાનિક રીતે કોઈ ઉપાય શોધવો પડશે.

અમેરિકાના પ્રોફેસર બ્રહ્મામાર મુખર્જીએ કહ્યું કે 25 માર્ચે દેશમાં લોકડાઉન થઈ રહ્યું હતું ત્યારે 536 કેસ હતા અને 11 લોકોનાં મોત થયાં હતાં. આજની સંખ્યા આપણી સામે છે. લોકડાઉનમાંથી અમને શું મળ્યું તે જોવાનું છે. શું લોકડાઉન સફળ હતું.

તેમણે જણાવ્યું હતું કે લોકડાઉનથી વાયરસથી છૂટકારો મેળશે નહીં. વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે કોઈ વ્યૂહરચના હોવી જોઈએ. પરંતુ લોકડાઉનને કારણે વાયરસ ધીમો પડી ગયો છે. લોકડાઉનને કારણે ભારે નુકસાન પણ થયું હતું. સમગ્ર વાતચીત દરમિયાન પ્રોફેસર બ્રહ્મામાર મુખર્જીએ પણ લોકડાઉનને ટેકો આપ્યો ન હતો.

You cannot copy content of this page