Only Gujarat

National TOP STORIES

આ પાંચ નેતાઓની પત્ની ઉંમરમાં છે ઘણી નાની, કોઈ 25 વર્ષ નાની તો કોઈ 27 વર્ષ

નવી દિલ્હીઃ પ્રેમમાં કોઈ માપદંડ લાગુ પડતા નથી. આ વાત સામાન્ય લોકોથી લઈ સેલિબ્રિટીઝ સાબિત કરી ચૂક્યા છે. ઘણા સેલેબ્સ એવા છે, જેઓ પોતાના પાર્ટનર કરતા ઘણાં મોટા કે નાના છે. ભારતીય નેતાઓની વાત કરીએ તો અહીં પણ તેમની અને જીવનસાથીની ઉંમરમાં ઘણો તફાવત જોઈ શકાય છે. અમે તમારી સમક્ષ આવા જ નેતાઓ અને તેમની પત્નીઓ સંબંધિત માહિતી રજૂ કરી રહ્યાં છીએ.

જેડીએસ નેતા કુમાર સ્વામી અને તેમની બીજી પત્ની રાધિકા કુમાર સ્વામીની વય વચ્ચે 27 વર્ષનો તફાવત છે. જે વર્ષે કુમારસ્વામીએ પોતાના પ્રથમ લગ્ન કર્યા હતા, તે વર્ષે રાધિકાનો જન્મ થયો હતો.

પ્રથમ પત્ની આશા દેવીના નિધન બાદ દિગ્વિજય સિંહે વર્ષ 2015માં પત્રકાર રહેલી અમૃતા રાય સાથે લગ્ન કર્યા હતા. દિગ્વિજય અને અમૃતાની ઉંમરમાં 25 વર્ષનું અંતર છે.

લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાને વર્ષ 1983માં બીજા લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્ની રીના શર્મા તેમના કરતા 19 વર્ષ નાની છે.

લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવી તેમના કરતા 11 વર્ષ નાની છે.

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પોતાની પત્ની અમૃતા કરતા 9 વર્ષ મોટા છે.

You cannot copy content of this page