Only Gujarat

National

કોરોનાને ખતમ કરતું મશીન હવે ભારતમાં, નાનું એવું મશીન 800 સ્કવેર ફૂટ રાખશે કરશે સંક્રમણમુક્ત

નવી દિલ્હી: ભારતમાં એવું મશીન આવી ગયું છે જે કોવિડ 19 વાયરસને જમીન અને હવામાં 99 ટકા સુધી ખતમ કરી શકે છે. આને બનાવનાર મશીનનો દાવો છે કે, આ એર ડિસઈંફેક્શન મશીનનો ઉપયોગ દુનિયાના ઘણા દેશોમાં લગભગ છેલ્લાં 10 વર્ષથી બેક્ટેરિયાને મારવા થાય છે અને આ મશીન કોરોના વાયરસને મારવામાં પણ કારગર સાબિત થયું છે. ત્યાર બાદ સ્પેન, વુહાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં હોસ્પિટલ્સ અને ઓફિસ જેવી જગ્યાઓએ સંક્રમણ મુક્ત કરવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મશીન 500 થી 800 સ્વેયર ફીટ સુધીના વિસ્તારને બે કલાકમાં સંક્રમણ મુક્ત કરી દે છે.


જાન્યુઆરીમાં યૂનિવર્સિટી ઓફ બાર્સેલોનામાં તેનું રેસ્પિરેટરી સિંક્રાઈટિયલ વાયરસ (RSV) પર ટેસ્ટિંગ થયું. તપાસમાં જાણવા મળ્યું એ, બે કલાકમાં આ મશીન દ્વારા વેટ કંડીશનમાં 99 ટકા અને ડ્રાયમાં 92 ટકા સુધીના વાયરસ ખતમ થયા. આરએસવીને કોવિડ-19 કરતાં પણ વધારે ખતરનાક વાયરસ માનવામાં આવે છે. તેના હુમલા બાદ ફેફસાં એટલાં ખરાબ રીતે ડેમેજ થઈ જાય છે કે, દર્દીનું બચવું મુશ્કેલ બની જાય છે.


આ જ આધારે નિર્માતા દાવો કરી રહ્યા છે કે, કોવિડ-19 માં ખૂબજ મદદરૂપ સાબિત થઈ રહી છે. મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં મશીનના ડિસ્ટ્રીબ્યૂટર મનીષ બિયાનીએ જણાવ્યું કે, દિલ્હીમાં બે દિવસ પહેલાં જ આ મશીન આવ્યું છે અને મધ્યપ્રદેશમાં શનિવાર-રવિવાર સુધીમાં આવી જશે. પહેલાં તેની સપ્લાય હોસ્પિટલમાં કરવામાં આવશે.


કેવી રીતે ખતમ કરે છે વાયરસ:

નિર્માતાના જણાવ્યા અનુસાર, મશીનમાં લાગેલ કાર્ટીજમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલો હોય છે. આ ઓએચ રેડિકલ ઉત્પન્ન કરે છે. આ જ ઓએચ રીડિકલ વાયરસના પ્રોટીન લેયરમાં હાજર હાઇડ્રોજનથી કેમિકલ રિએક્શન કરી વાયરસને ખતમ કરવાનું કામ કરે છે.

જો આ મશીનને ચોવીસ કલાક ચલાવવામાં આવે તો, કાર્ટીજમાં રહેલ હાઇડ્રોજન પેરોક્સાઇડ ત્રણ મહિનામાં ખતમ થઈ જશે. ત્યારબાદ તેને ફરીથી ભરાવવાનો રહેશે. જેનો ખર્ચ 3500 રૂપિયા થશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ મશીનથી 500 થો 800 સ્ક્વેર ફીટ સુધીના વિસ્તારને સંક્રમણ મુક્ત કરી શકાય છે. તેનો ઉપયોગ જરૂરિયાત અનુસાર કરી શકાય છે. જ્યાં લોકોની આવન-જાવન ખૂબજ ઓછી હોય ત્યાં અઠવાડિયામાં એકવાર ચાલું કરી સંક્રમણમુક્ત કરી શકાય છે.

દક્ષિણ કોરિયામાં થયું નિર્માણ
આ મશીનનું નિર્માણ દક્ષિણ કોરિયાની વેલિસ નામની કંપનીએ કર્યું છે. કંપની છેલ્લાં દસ વર્ષથી ઘણા દેશોમાં આ મશીન વેચી રહી છે. આ મશીન બેક્ટેરિયાને મારે છે.

કોરોનાવાયરસ આવ્યા બાદ નિર્માતા કંપનીએ તેને ટેસ્ટિંગ માટે યૂનિવર્સિટી ઓફ બાર્સેલોના મોકલ્યું. જ્યાં ખબર પડી કે, આ મશીન કોવિડ-19 ને પણ મારી શકે છે. ત્યારબાદ કંપનીએ આ મશીનને દુનિયાભરમાં ઉતારવાનું નક્કી કર્યું. ભારતમાં તેની કિંમત 65 થી 75 હજારની વચ્ચે રહેશે.

You cannot copy content of this page