Only Gujarat

National

ખેડૂતે ખેતીની જમીન પર પોતાની કમાણીથી બનાવ્યું પીએમ મોદીનું મંદિર

ચેન્નાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમે અનેક ચાહકો જોયા હશે, પણ તામિલનાડુનો આ ચાહક બીજા કરતાં અલગ છે. તામિલનાડુના ખેડૂત પી. શંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં તેમનું મંદિર બનાવ્યું છે. 50 વર્ષીય આ ખેડૂત તિરૂચ્ચિરાપ્પલી જિલ્લાના ઈરાકુડ ગામમાં રહે છે.

તામિલનાડુના ખેડૂત પી. શંકરે આ મંદિર પોતાની ખેતીની જમીન પર 1.20 લાખના ખર્ચે બનાવ્યું છે અને રોજ સવારે આ મંદિરમાં પૂજા કરે છે અને મંત્રો પણ ઉચ્ચારે છે. મંદિરની અંદર સફેદ અને બ્લ્યૂ કલરની જેકેટમાં વડાપ્રધાન મોદીની મૂર્તિ જોઈ શકાય છે. આ મંદિરને જોવા માટે દૂર-દૂરથી લોકો અહીં આવે છે. શંકર પોતાના ગામમાં કિશાન સંઘના અધ્યક્ષ પણ છે.

પોતાની કમાણીથી બનાવ્યું મંદિર
પી શંકર કહે છે કે તે 2014માં જ મંદિર બનાવવાનું વિચારતા હતા, પણ પૈસા ન હોવાથી ત્યારે શક્ય બન્યું નહોતું. બાદમાં પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજન પછી પોતાના ખેતરમાં એક ભાગ નક્કી કરી તેની કમાણી આ મંદિર બનાવવામાં વાપરી હતી. મંદિર બનાવવમાં કુલ 1.20 લાખનો ખર્ચે આવ્યો હતો.

પૈસા ન હોવાના કરાણે મેટલની મૂર્તિ ન લગાવી શક્યા
નમો મંદિર બનાવવા માટે પી શંકરે પહેલાં પીએમ મોદીની મેટલની મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેનો એક લાખ રૂપિયાનો ખર્ચ આવતો હતો. પછી ગ્રનાઈટ સ્ટોનની મૂર્તિ બનાવવાનું વિચાર્યું, પણ તેના 80 હજાર રૂપિયા માંગ્યા. પછી પી શંકરે પથ્થર અને સિમેન્ટથી 10 હજર રૂપિયના ખર્ચે 2 ફૂટ ઉંચી મૂર્તિ બનાવી હતી. બાકીનો ખર્ચ મંદિર બનાવવામાં થયો હતો.

મોદી ઉપરાંત અમિત શાહ સહિત અન્ય નેતાઓની તસવીર લગાવી
પી. શંકરે આ મંદિરમા પાછળની દિવાલ પર એમજી રામચંદ્રન, જયલલિતા, સીએમ પલાનીસામી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તસવીરોને પણ લગાવવામાં આવી છે.

You cannot copy content of this page