દુલ્હનની બાજુમાં વરરાજાને બદલે આર્મીના જવાનને જોઈને લોકોની આંખો પહોળીથી થઈ અને પછી…

આમંત્રિત લોકો એક લગ્ન સમારોહમાં પહોંચ્યા તો ચોંકી ગયા હતા. મહેમાનોએ જોયું કે દુલ્હનની બાજુમાં સ્ટાઈલિશ સૂટ કે શેરવાની પહેરેલા શખ્સની જગ્યાએ આર્મીની વર્દી પહેરેલો એક શખ્સ ઉભો હતો. લોકોને કંઈ સમજમાં નહોતું આવતું. અચાનક ત્યારે આર્મની ધૂન વાગવા લાગી. આ ધૂનથી પણ લોકો કન્ફ્યૂઝ થઈ ગયા. પણ થોડીવાર પછી પરિવારજનો દુલ્હા-દુલ્હનને શુભેચ્છા આપવા સ્ટેજ પર ગયા ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ. મહેમાનોને ત્યારે ખબર પડી કે દુલ્હનની બાજુમાં આર્મીના ડ્રેસમાં ઉભલો વ્યક્તિ જ વરરાજો છે.

કહેવાય છે કે સૈનિક હંમેશા સૈનિક રહે છે. તે ડ્યૂટી પર હોય કે ન હોય. ભારતીય આર્મીના એક અધિકારી સૈનિકની વર્દીમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વરરાજાનું નામ કેપ્ટન શિખર ગનન છે. આ આર્મી ઓફિસરે પોતાના લગ્ન યાદગાર બનાવવા માટે અને બીજા લોકોના મનમાં દેશભક્તિનો સંચાર કરવા માટે આ રીતે લગ્ન કરવાો નિર્ણય લીધો હતો.

આ સુંદર કિસ્સો બિહારનો છે. વરરાજા કેપ્શન શિખર ગનન બિહારના આરજેડીના સીનીયર નેતા ચિતરંજન ગનનનો પુત્ર છે. કેપ્ટન શિખર ગગને એર ઈન્ડિયાની એર હોસ્ટેસ નીતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બીજા દિવસે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેપ્શન શિખરે ગનને આર્મીના ડ્રેસ પહેરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

કેપ્ટન શિખર ગગન સેનામાં કેપ્ટન પદ પર કાર્યરત છે. તેમની દુલ્હન નીતાનો પરિવાર વારાણસીમાં રહે છે. તે એર ઈન્ડિયામાં હોસ્ટેસ છે. તેમના લગ્ન 19 ફેબ્રુઆરીએ વારાણસીમાં થયા હતા, જ્યારે રિસેપ્શન 22 ફેબ્રુઆરીએ બિહારના વૈશાલી જિલ્લાના સતપુરા ગામમાં રાખવામાં આવ્યું હતું.

વરરાજાને આર્મીની વર્દીમાં જોઈને પહેલા તો મહેમાનોને આશ્ચર્ય થયું હતુ. બાદમાં હકીકતને ખબર પડતાં લોકોએ વરરાજાને સેલ્યૂટ કરી હતી. બિહારમાં આ વરરાજાના લોકો વખાણ કરતાં થાકતા નથી.