Only Gujarat

National

દેશના જવાનના અંતિમ સંસ્કારમાં હજારો લોકો ઉમટ્યા, પત્નીના કરૂણ રૂદને બધાના હૃદયને વલોવી નાખ્યા

ભારતના વીર સપૂત લેહ લદ્દાખમાં ડ્યૂટી કરતા શહાદત વહોરી, શહીદ અજય કુમારના શનિવાર સાંજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. જવાનને તિરંગામાં જોનાર દરેકની આંખોમાં આંસુ હતા. શહીદ અજય કુમાર અમર રહોના ગગનભેદી નારા સાથે શહીદ વીર સપૂતને અંતિમ વિદાઇ અપાઇ.

દેશની રક્ષા ખાતર જિંદગીની કુરબાની આપનાર અજય કુમાર રાજસ્થાનના ઝુંઝુનુંના ઝાખંડ ગામના વતની હતા. જ્યારે શનિવારે સવારે શહીદનો પાર્થિવ દેહ પૈતૃક ગામ પહોંચ્યો તો જાણે આખા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું. દરેકની આંખોમાં આસું હતા.

અજય કુમારના પિતા રામેશ્વર મજુરી કામ કરે છે. જવાનની વિદાય બાદ હવે ઘરમાં મા, ભાઇ, ત્રણ વર્ષની દીકરી હસવી અને પત્ની પૂનમ છે. અજય કુમારના શહાદતના સમાચાર મળતા જાણે પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. આખો પરિવાર શોકમાં સ્તબ્ધ છે. જ્યારે શહીદને સ્માશાન લઇ જવાની વેળા આવી તો પત્ની પૂનમે પતિના મૃતદેહ પર તેની ચૂડી તોડી. આ તસવીરે દરેકના હૃદયનો વલોઇ નાખ્યા હતા.

અજય કુમાર 17 જૂને સિયાચીન ગ્લેશિયરમાં સ્લીપ થઇ જવાથી પડી ગયા હતા. તેમને ગંભીર ઇજા પહોંચતા. તેમની જિંદગીની બચાવી ન શકાય. અંતિમ વિદાય સમયે રાજસ્થાન પોલીસ અને સૈનિકોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. આ સમયે વીર સપૂતના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી.

અજય કુમાર ભારતીય સેનામાં 41 તોપખાનામાં નાયક હતા. તેઓ 2007માં સેનામાં ભરતી થયા હતા. અજય કુમાર ચાર મહિના પહેલા પરિવાર સાથે હોળી મનાવીને 15 માર્ચે લેહ લદ્દાખ ડ્યૂટી પર પહોંચ્યા હતા.

ગામના લોકો અને સંબંધીઓ અજયકુમારના બહાદુરીની કહાણીઓ સંભળાવીને પરિવારને સાંત્વના આપી રહ્યાં છે. તો બીજી તરફ ત્રણ વર્ષની માસૂમ દીકરી આ બધાથી અજાણ એવું પૂછી રહી છે કે, પાપા ક્યારે ઉઠશે? શહીદ અજય કુમારની અંતિમ યાત્રાના સમયે ક્લેક્ટર યૂડી ખાન, એસ.પી. જેસી શર્મા સહિત તમામ પ્રશાસનિક અધિકારીઓએ પુષ્પ અર્પિત કરીને વીર સપૂતને વંદન કર્યું

 

You cannot copy content of this page