Only Gujarat

FEATURED National

આંખ ઉઘાડતો કિસ્સો! ફેસબુક પર ગમે તે છોકરા સાથે વાત કરતાં પહેલાં વાંચો આ આર્ટિકલ

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠના ડબર મર્ડર કેસનો ભેદ ધીરે ધીરે ખુ્લ્લી રહ્યો છે. પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં આ ઘટનાની હૃદય હચમચાવી દેતી હકીકત સામે આવી રહી છે. શમશાદે મા-દીકરી બંનેની હત્યા કરીને શબ લોકડાઉનના સમયમાં ઘરમાં દફન કરી દીધું. ઉલ્લેખનીય છે કે શમશાદે નામ બદલીને પ્રિયા સાથે ફેસબુક પર મિત્રતા બાંધી હતી. ત્યારબાદ પ્રિયા પોતાની ચાર વર્ષની દીકરી સાથે શમશાદના ઘરે રહેવા આવી ગઈ હતી. જોકે, પછી પ્રિયાને ખ્યાલ આવ્યો હતો કે તેણે જેને પ્રેમ કર્યો તે હિંદુ નહીં પણ મુસ્લિમ હતો અને તેના લગ્ન પણ થઈ ચૂક્યા હતા.

મેરઠના ભૂડબરાલ ગામમાં બનેલી લવજેહાદની ઘટનામાં રોજ નવા-નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. અમિત બનીને મહિલા સાથે લગ્ન કરનાર શમશાદે મા -દીકરીની હત્યા કરીને તેના બોડી પર 20 કિલો મીઠું છાંટીને તેને દફન કરી દીધી. 115 દિવસ બાદ પોલીસે મા-દીકરીનું હાડપિંજર કબ્જે કર્યું. હિન્દુ સંગઠનના હોબાળા બાદ લવ જેહાદનો આ મામલો પ્રકાશમાં આવ્યો. ડબલ મર્ડર બાદ કોઇ પુરાવા ના રહે માટે તેમણે બોડી પર 20 કિલો મીઠું છાંટ્યું હતું, જેથી લાશ ગળી જાય. થયું પણ આવું જ જયારે આરોપીની ધરપકડ બાદ પોલીસે તેમના ઘરમાં જગ્યા ખોદાવીને લાશ કબ્જે કરી તો માત્ર મા-દીકરીના કંકાલ મળ્યાં. પોલીસે કંકાલને ડીએનએ માટે મોકલ્યા છે. જેથી કેસ વધુ મજબૂત બને.

પ્લોટ ખરીદવા માટે પણ થયો હતો વિવાદઃ પરતપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આનંદ પ્રકાશે જણાવ્યું કે, શમશાદ છેલ્લા પાંચ વર્ષથી તેમની પ્રેમિકા પ્રિયા અને તેની દીકરી કશિશ સાથે રહેતો હતો. ચાર વર્ષ સુધી પ્રિયા કાંશીરામ આવાસ કોલોનીમાં રહેતી હતી. એક વર્ષ પહેલા જ તે ભૂડબરાલના ઘરમાં રહેવા આવી હતી. પ્રિયાએ મોદીનગરના ગોવિંદનગરમાં એક પ્લોટ લીધો હતો. જેની કિંમત ત્રણ લાખ રૂપિયા હતી. પ્રિયા ઇચ્છતી હતી કે, પ્લોટના પૈસા શમશાદ ચૂકવે. શમશાદ પહેલા 30 હજાર રૂપિયા ટોકનના આપી ચૂક્યો હતો. શમશાદ શ્રમિકોને આપવાના 2.80 લાખ રૂપિયા ઘરે લઇને આવ્યો હતો પરંતુ પ્રિયા ઇચ્છતી હતી કે આ રકમ તે પ્લોટની ખરીદી માટે ખર્ચ કરે પરંતુ શમશાદે આ વાતનો ઇન્કાર કરતા બંને વચ્ચે વિવાદ થઇ ગયો.

ગળું દબાવીને હત્યા કરી દીધીઃ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, પ્લોટને લઇને થયેલો વિવાદ વધી ગયો અને બંને મારામારી પર ઉતરી આવ્યાં. આ મારામારીમાં પ્રિયાના નખ શમશાદના ચહેરા પર લાગી ગયા હતા. ત્યારબાદ પ્રિયા કિચનમાંથી ચાકૂ લઇને આવી. હુમલામાં શમશાદના કાંડામાં ચાકૂ લાગી ગયું. ત્યારબાદ ગુસ્સામાં આવીને શમશાદે પ્રિયાનું ગળું દબાવી દીધું ત્યારબાદ બેડરૂમમાં સૂતેલી માસૂમ બાળકી કશિશની પણ હત્યા કરી નાખી. આ ઘટના 28 માર્ચ રાત્રે લગભગ 12 વાગ્યે બની હતી.

આ સમયે લોકડાઉનના કારણે બહાર જવું શક્ય ન હતું તેથી આરોપી શમશાદે બંનેની લાશને ઘરમાં ખાડો ખોદીને દફન કરી દીધી. 29 માર્ચની સવારે શમશાદે ઘરમાં અંદર રૂમમાં જ લગભગ 8 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો અને બંને લાશોને ખાડામાં દફન કરી દીધી. આ સાથે ઝડપથી લાશ ગળી જાય માટે તેમણે બોડી પર મીઠું છાંટ્યું. રૂમમાં પ્લાસ્ટર કરી નાખ્યું હતું, જેથી કોઇને શંકા ના જાય.

You cannot copy content of this page