Only Gujarat

Bollywood FEATURED

આ એક્ટર છે સૈફ અલી ખાનનો બનેવી, અહીંયા પત્ની સાથે રહે છે જલસામાં, તસવીરોમાં ખાસ

મુંબઈઃ સ્ટારના ઘરના ફોટો ખૂબ જ રોમાંચિત કરનારા હોય છે. નવાબી ખાનદાન સાથે સંબંધ રાખનારી સોહા અલી ખાને તેમના સપનાના ઘરને તેમના વ્યક્તિત્વ મુજબ શાહી લુક આપ્યો છે. સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ તેમની દીકરી ઇનાયા સાથે આ ઘરામાં રહે છે. જુઓ આ સુંદર ઘરના ફોટો.

સોહા અલી ખાન અને કૃણાલ ખેમૂ ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’ દરમિયાન એકબીજાને ડેટ કરવા લાગ્યા હતાં. કૃણાલે પેરિસમાં સોહાને પ્રપોઝ કર્યું હતું. વર્ષ 2015માં બંનેએ લગ્ન કરી લીધા હતાં. બે વર્ષ પછી વર્ષ 2017માં તેમની દીકરી ઇનાયા નૌમી ખેમૂનો જન્મ થયો હતો.

લગ્ન પહેલાં સોહા અને કૃણાલે એક સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જેથી બંને એકબીજાને સારી રીતે સમજી શકે. સોહાએ લગ્ન વખતે શર્મિલા ટૈગોરે તેમની દીકરીને મુંબઈના ખાર સ્થિત લિંકિંગ રોડ પર એક એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યો હતો. રિપોર્ટ મુજબ, આ એપાર્ટમેન્ટની કિંમત તે સમયે 9 કરોડ રૂપિયા હતી.

સોહા અને કૃણઆલ આ 9 માળના એપાર્ટમેન્ટના ટૉપ ફ્લોર પર રહે છે. સોહા અને કૃણાલ ઘણીવાર તેમના આ ઘરના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. તેમના આ ઘરને મોર્ડન અને વિન્ટેજ લુક આપવામાં આવ્યો છે.

સૈફ અલી ખાનની જેમ સોહાને પણ વાંચવાનો ખૂબ જ શોખ છે. સોહાએ એક બૂક પણ લખી છે. સોહાના ઘરમાં એક મોટી લાઇબ્રેરી છે જેમાં તે બૂક વાંચે છે.

સોહા અને કૃણાલના ઘરના ઇન્ટેરિયરમાં વુડનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમના ઘરનું ફ્લોર વુડનનું છે. ઘરના ફર્નીચરને વિન્ટેજ લુક આપમાં આવ્યો છે. બેસવા માટે તેમના ઘરમાં ઘાટા વાદળી રંગના સોફા રાખવામાં આવ્યા છે, જે કુલ લૂક આપે છે. સોહાએ તેમની બાલકનીમાં નાનનું ગાર્ડન પણ બનાવ્યું છે જ્યાં અલગ અલગ પ્રકારના ઝાડ લગાવ્યા છે.

ઇનાયા માટે અલગ રૂમ છે જેની થીમ ડાર્ક કલર છે. અહીં ઇનાયાની સ્ટડી અને રમવા માટે ખાસ સ્પેસ છે. સોહા ઘણીવાર તેમની દીકરી સાથે ફોટો પોસ્ટ કરતી રહે છે. આ ફોટોમાં તે પેઇન્ટિંગ કરી રહી છે.

સોહાનું બાળપણ પટોડી પેલેસમાં પસાર થયું છે. પછી તેમનો પરિવાર દિલ્હીથી મુંબઈ શિફ્ટ થયો. પટોડી પેલેસમાં મહલનુમા તેમનું ઘર હતું. જ્યારે મુંબઈમાં તે ફ્લેટમાં શિફ્ટ થયાં હતાં. શરૂઆતમાં તેમને જગ્યાની કમી લાગતી હતી.

You cannot copy content of this page