Only Gujarat

Bollywood

લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ થઈ કિઆરા અડવાણી? ચાહકોએ આ રીતે પકડી પાડી!

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બે દિવસ પહેલા જ લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્ન બાદ તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યાં છે. જે જોયા બાદ ઘણાં ચાહકો કિઆરા અડવાણી પ્રેગ્નેન્ટ હોવાનું કહી રહ્યાં છે.

કિઆરા અને સિદ્ધાર્થ લગ્ન બાદ જૈસલમેરથી દિલ્હી માટે રવાના થયા હતા ત્યારે એરપોર્ટ પર તેમણે મીડિયાને પોઝ આપ્યા હતાં. તે સમયે કિયારાએ સાલ ઓઢી રાખી હતી અને વારંવાર તેનો હાથ તેના પેટ પર જતો હતો. કિઆરાને વારંવાર આ રીતે કરતાં લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે, તે પોતાના પેટ સંતાડવાની કોશિશ કરી રહી છે. ઘણાં યુઝર્સ તો એટલે સુધી કહી રહ્યા છે કે, તે પ્રેગ્નેન્ટ છે અને આલિયા ભટ્ટની જેમ બે-ત્રણ મહિનામાં પોતાના પ્રેગ્નન્સીને લઈને સારા સમાચાર આપશે.

એક યુઝરે લખ્યું કે, કિઆરા જે રીતે પોતાનું પેટ છુપાવી રહી હતી જેનાથી મને પણ શંકા છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, તે પ્રેગ્રેન્ટ છે, ચોખ્ખા શબ્દોમાં લખી લો.

અન્ય એક યુઝરે પૂછ્યું હતું કે, મારો સવાલ ફક્ત એટલો જ છે જ્યારે તે જૈસલમેર ગઈ છે ત્યારથી સ્કાર્ફ કેમ ઢાક્યો હતો. જ્યારે વધુ એક યુઝરે લખ્યું છે કે, મને પુરો વિશ્વાસ છે કે, 1-3 મહિનામાં પ્રેગ્રેન્સી ન્યુઝ આવવાના છે. જ્યાં પણ જાય છે હંમેશા બંપને કવર કરે છે. લોકોને પાગલ સમજ્યા છે.

કિઆરા અને સિદ્ધાર્થના લગ્નની અલગ-અલગ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં એક તસવીરમાં કિઆરા અને સિદ્ધાર્થ એકબીજાને કિસ કરતાં હોય તેવી તસવીર પણ સામે આવી છે. કિઆરા અને સિદ્ધાર્થની પહેલી મુલાકાત વેબસીરિઝ લસ્ટ સ્ટોરીઝની સક્સેસ પાર્ટીમાં થઈ હતી.

7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જૈસલમેરની હોટલ સૂર્યગઢ પેલેસમાં બન્નેના લગ્ન થયા અને 9 ફેબ્રુઆરીએ તેમણે ફેમિલી ફ્રેન્ડ્સ માટે દિલ્હીમાં રિસેપ્શન રાખ્યું હતું. સિદ્ધાર્થી અને કિઆરાનું એક રિસેપ્શન મુંબઈમાં યોજાવાનું છે જેમાં બોલિવૂડ સેલેબ્સ તેમને શુભેચ્છા પાઠવવા પહોંચશે.

You cannot copy content of this page