Only Gujarat

Bollywood

લગ્નના 6 મહિના પહેલા જ નેહા ધૂપિયા થઈ ગઈ પ્રેગ્નન્ટ, ખુદે કર્યો હતો ખુલાસો

મુંબઈઃ બૉલિવૂડની સુંદર એક્ટ્રસ નેહા ધૂપિયા 27 ઑગસ્ટે તેમનો બર્થડે ઉજવશે. તેમણે બૉલિવૂડની ઘણી ફિલ્મોમાં તેમના અભિયનથી દર્શકોનું દીલ જીત્યું છે. નેહા ધૂપિયા તેમની ફિલ્મ ઉપરાંત પર્સનલ જિંદગીને લીધે પણ ખૂબ જ ચર્ચામાં રહી છે. નેહા ધૂપિયાએ એક્ટર અંગદ બેદી સાથે વર્ષ 2018માં લગ્ન કર્યાં, પણ તે તેમના લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. તેમણે તેમના લગ્નના છ મહીના પછી દીકરીને જન્મ આપ્યો હતો. માત્ર નેહા ધૂપિયા જ નહીં બૉલિવૂડની એવી ઘણી એક્ટ્રસ છે, જે લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઈ હોય કે, મા બની હોય. તો અમે તમને જણાવીએ એવી એક્ટ્રસ વિશે.

કલ્કિ કોઇચલિન
કલ્કિ કોઇચલિન બૉલિવૂડની ઘણી ફિલ્મ અને વેબ સિરીઝમાં જોવા મળી ચૂકી છે. કલ્કિ કોઇચલિન થોડાં દિવસ પહેલાં જ મા બની છે. અનુરાગ કશ્યપથી અલગ થયાં પછી તે ઇઝરાયલી ક્લાસિકલ પિયાનિસ્ટ Guy Hershbergને ડેટ કરી રહી છે. કલ્કિ કોઇચલિન ને અત્યાર સુધી તેના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં નથી.

ગેબ્રિએલા ડેમેટ્રિડ્સ
આ એક્ટર અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ છે. ગેબ્રિએલા ડેમેટ્રિડ્રસે 18 જુલાઈએ મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. અર્જુનના દીકરાનું નામ અરિક રામપાલ છે. અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાએ પ્રેગ્નન્સીના સમાચાર સાશિયલ મીડિયા શેર કર્યાં હતાં. હજી સુધી બંનેએ લગ્ન કર્યાં નથી. ગ્રેબિએલા ડેમેટ્રિડ્સને ડેટ કરતાં પહેલાં અરજુ રામપાલે મેહર જેસિયા સાથે લગ્ન કર્યાં હતા, પણ લગ્નના 20 વર્ષ પછી બંને અલગ થઈ ગયાં હતાં.

એમી જેક્સન
એક્ટર અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સિંઘ ઇઝ બ્લિંગ’ અને ‘2.0’માં જોવા મળેલી એક્ટ્રસ એમી જેક્સન પણ તેના લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઈ હતી અને તેમણે દીકરાને જન્મ આપ્યો હતો. જોકે, અત્યાર સુધી એમી જેક્સને બૉયફ્રેન્ડ જોર્જ સાથે લગ્ન કર્યાં નથી, પણ તેમની સાથે લિવઇન રિલેશનશિપમાં રહે છે.

લીઝા હેડન
લીઝા હેડન બૉલિવૂડ ફિલ્મ ‘ક્વીન’, ‘હાઉસફુલ 3’ અને ‘આયશા’માં જોવા મળી ચૂકી છે. લીઝા હેડને તેમના લગ્ન પહેલાં ખુદ પ્રેગ્નન્ટ હોવાનો ખુલાસો કર્યો હતો. તેમણે વર્ષ 2016માં બૉયફ્રેન્ડ ડિનો લાલવાની સાથે લગ્ન કર્યાં હતાં. લીઝા હેડન અત્યારે બે બાળકોની મા છે.

કોકણા સેન શર્મા
કોકણા સેન શર્મા બૉલિવૂડની દિગ્ગજ એક્ટ્રસમાંથી એક છે. કોંકણા સેન શર્માએ એક્ટર રણવીર શૌરી સાથે લગ્ન કર્યાં છે. શૂટિંગ દરમિયાન બંનેને પ્રેમ થઈ ગયો હતો. પોતાના લગ્ન પહેલાં કોકણા સેન શર્મા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. કોકણા સેન શર્મા અને રણવીર શૌરીએ વર્ષ 2010માં લગ્ન કર્યા અને છ મહીના પછી કોકણા સેને દીકરા હારૂનને જન્મ આપ્યો હતો. જોકે, અત્યારે કોકણા સેન શર્મા, રણવીર શૌરીથી અલગ થઈ ગઈ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page