Only Gujarat

FEATURED National

શેઠાણીને થયો નોકર સાથે પ્રેમ, ચાર વર્ષ સુધી પતિ-પત્નીની જેમ રહ્યા સાથે ને હવે આવ્યો એક નવો જ ટ્વિસ્ટ

કહેવાય છેને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પડનાર વ્યક્તિ તેમની વિવેક બુદ્ધ ખોઇને ન કરવાના કામ કરી બેસે છે. આવા કિસ્સામાં મોટા ભાગે અફસોસ સિવાય કંઇક હાથ નથી લાગતું. પ્રેમમાં પાગલ વ્યક્તિ કંઇ પણ કરવા તૈયાર થઇ જાય છે. છત્તીસગઢમાં પણ કંઇક આવી જ પ્રેમમાં પાગલ મહિલાની કહાણી સામે આવી છે. આ વ્યવસાયિક મહિલાને તેમના નોકર સાથે પ્રેમ થઇ ગયો. તેમના પ્રેમીની શોધમાં તે છત્તીસગઢની મધ્યપ્રદેશ પહોંચી અને તેમના પ્રેમીને શોધી રહી છે.

પ્રેમ નાત જાત, ઉંચ નીચના ભેદભાવ નથી જોતો. છત્તીસગઢમાં એક વ્યવસાયી મહિલાનું દિલ તેમના નોકર પર આવી ગયું. માલકિન અને નોકરની આ પ્રેમ કહાણી ખૂબ જ રસપ્રદ છે. આ વ્યવસાયી મહિલા તેમના પ્રેમીની શોધમાં મધ્યપ્રદેશ પહોંચી ગઇ. તે તેમના પ્રેમીને સાથે લઇ જવા માટે અનેક જગ્યાએ ભટકી રહી છે.

પ્રેમ અને ન્યાય માટે મહિલાનો સંઘર્ષ
અબંકાપુરમાં સ્ટીલ કંપનીની ઓનર મહિલાએ રાયસેનની પોલીસ અધિકારી મોનિકા શુક્લાને ફરિયાદ કરી છે કે, ‘તેમનો નોકર પ્રેમમાં વિશ્વાસઘાત કરીને તેમને છોડીને ગામડે ભાગી ગયો છે’ મહિલાએ જણાવ્યું કે, ‘તે થોડા દિવસ જવાનું કહીને ગામડે તેમના ઘરે ગયો હતો પરંતુ હવે તે પરત નથી આવવા માંગતો. તેમણે મારી સાથે પ્રેમનું નાટક કરીને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.

આ રીતે નોકરને વ્યવસાયી મહિલા સાથે થયો પ્રેમ
મહિલાએ જણાવ્યું કે, ‘લગભગ ચાર વર્ષ પહેલા કિશનપુર ગામમાં રહેતો વિજય નામનો યુવક અંબિકા સ્ટીલ કંપનીમાં કામ કરવા માટે આવ્યો હતો. મેં તેમને નોકરી આપી અને તે આ કંપનીમાં કામ કરવા લાગ્યો. થોડા સમય બાદ અમારી દોસ્તી થઇ અને અમે બંને એકબીજાનને ચાહવા લાગ્યાં. રિલેશનશિપ બાદ અમે બંને લિવ ઇનમાં પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા પરંતુ તે આટલો મોટો વિશ્વાસઘાત કરશે તે ન હતું વિચાર્યું’

પ્રેમીએ અનેક વખત બાંધ્યા શારીરિક સંબંધ
સ્ટીલ કંપનીની માલિક મહિલાએ જણાવ્યું કે, વિજય 4 વર્ષ સુધી લગ્નની લાલચ આપીને શારિરીક શોષણ કરતો રહ્યો. આ સમય દરમિયાન મેં તેમને 1 લાખ રૂપિયા પણ આપ્યાં હતા પરંતુ જ્યારે પણ લગ્નની વાત કરતી તો બહાના બનાવતો હતો. થોડા દિવસ પહેલા તે તેમના ગામડે ગયો અને એક મહિના બાદ પણ પરત ન ફર્યો. હવે તે ફોન પણ નથી ઉઠાવતો. હું જ્યારે તેમની ઘરે ગઇ તો તેમના ઘરના લોકોએ મારી સાથે મારપીટ પણ કરી.

મહિલાએ ફરિયાદ નોંધાવી
પોલીસ અધિકારી મોનિકા શુકલાએ જણાવ્યું કે, ‘મહિલાની ફરિયાદના પગલે આ ઘટનાની તપાસ થઇ રહી છે. બહુ ઝડપથી હકીકત સામે આવી જશે. જો નોકરે મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો હશે. તો આરોપી સામે કાયકિય કાર્યવાહી કરવામાં આવશે’

You cannot copy content of this page