Only Gujarat

Bollywood FEATURED

10 વર્ષ નાના પતિ નિક જોનાસથી બહુ જ અમીર છે ગ્લેમરસ પત્ની પ્રિયંકા

મુંબઈઃ પ્રિયંકા ચોપરા 18 જુલાઈએ 38 વર્ષની થઈ જશે. પ્રિયંકાનો જન્મ 1982માં જમશેદપુરમાં થયો હતો. બોલિવૂડની સાથે સાથે પ્રિયંકા ચોપરાએ હૉલિવૂડ ફિલ્મો અને ટીવી શૉમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી પ્રિયંકા ચોપરા પાસે અત્યારે બોલિવૂડની કોઈ ફિલ્મની ઑફર નથી. પ્રિયંકા ચોપરા ખુદ કરતાં 10 વર્ષ નાના અમેરિક સિંગ અને એક્ટર નિક જોનાસ સાથે 2018માં લગ્ન કરી અમેરિકામાં સેટ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાના પતિ ઉમંરમાં દસ વર્ષ નાના છે અને પ્રોપર્ટીની બાબતે પણ તેનો પતિ નિક પત્ની કરતાં પાછળ છે. અમે તમને જણાવીએ પ્રિયંકા અને નિકની પ્રોપર્ટી અને તેમની લક્ઝૂરિયસ લાઇફસ્ટાઇલ વિશે.

રિપોર્ટ મુજબ, પ્રિયંકા લગભગ 200 કરોડ રૂપિયાથી વધારે પ્રોપર્ટીની માલિક છે, તેમના પતિ નિક જોનસ લગભગ 175 કરોડની પ્રોપર્ટીના માલિક છે.

નિક અને પ્રિયંકાને લક્ઝૂરિયસ લાઇફસ્ટાઇલ પસંદ છે. બંને પાસે મોંઘી કારથી લઈ આલિશાન બંગલો પણ છે.

લગ્ન પછી પ્રિયંકા ચોપરા અને નિક જોનસે કેલિફોર્નિયામાં 144 કરોડ રૂપિયાનો એક આલિશાન બંગલો ખરીદ્યો હતો. પ્રિયંકાના આ ઘરમાં 7 બેડરૂમ ઉપરાંત 11 બાથરૂમ છે. જેની આસપાસ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે.

પ્રિયંકા પાસે ગોવામાં પણ એક આલીશાન બંગલો છે. ગોવાના બાગા બીચ પાસે સ્થિત બંગલાની કિંમત 20 કરોડ રૂપિયા છે. આ બંગલો તે વિસ્તારની સૌથી મોંઘી પ્રોપર્ટીમાંથી એક છે. અનેકવાર રજાઓમાં પ્રિયંકા ચોપરા ત્યાંજ સમય પસાર કરે છે.

મુંબઈમાં પ્રિયંકા ચોપરા જે બંગલામાં રહેતી હતી, તેનું નામ દરિયા મહેલ છે. વર્સોવા વિસ્તારમાં સ્થિત આ બંગલાની કિંમત 100 કરોડ રૂપિયા છે. વિન્ટેજ આર્કિટેક્ચરથી બનેલો આ બંગલો પ્રિયંકા ચોપરાને ખૂબ જ પસંદ છે. આ બંગલો 1930માં બ્રિટિશ આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

પ્રિયંકા ચોપરા એકથી એક મોંઘા આઉટફિટ્સની શોખીન છે. પ્રિયંકાના વોર્ડરોબમાં 12.8 લાખ રૂપિયાની કિંમતના ફોક્સ ફર કોટ સામેલ છે.

પ્રિયંકા ચોપરા પાસે હાર્લે ડેવિડસન Street 500 રેસિંગ બાઇક પણ છે. આ બાઇકની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ છે. આ પિંક કલરનું બાઇક પ્રિયંકાએ ત્યારે ખરીદ્યું હતું જ્યારે તે ખતરો કે કિલાડી-3 હોસ્ટ કરી રહી હતી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સાથે અનેક મોંઘી કાર પણ છે. તેમની પાસે રૉલ્સ રૉયલ ઘોસ્ટ (5.25 કરોડ રૂપિયા), BMW 7 (1.95 કરોડ રૂપિયા), મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ (1.21 કરોડ રૂપિયા), પોર્શ કેયેન (1.04 કરોડ રૂપિયા), કર્મા ફિશર (76 લાખ રૂપિયા), BMW 5 (52 લાખ રૂપિયા)ની કાર છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 2-3 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ભારતીય રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતાં. આ લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો.

આ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page