Only Gujarat

Bollywood FEATURED

સંજય દત્ત ભારતમાં નથી કરાવવા માગતો કેન્સરની સારવાર પણ USમાં નહીં કરાવી શકે!

મંગળવારે સંજય દત્તને ફેંફ્સાનું કેન્સર હોવાની જાણકારી સામે આવી, જે બાદથી સતત કહેવામાં આવી રહ્યુ હતુકે, તેઓ સારવાર માટે અમેરિકા જઈ શકે છે. પરંતુ એક ખાનગી મીડિયાને મળેલી માહિતી મુજબ, સંજય દત્તની પાસે અમેરિકાના વીઝા નથી અને આવામાં સારવાર માટે તેઓનું ત્યાં જવાનું મુશ્કેલ છે. જોકે, જાણકારી એવી પણ મળી છેકે, તેઓ સારવાર માટે વીઝા મેળવવાનાં પ્રયાસો કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે એવી વાત જાણવા મળી છેકે, સંજયદત્ત સારવાર માટે અમેરિકાનાં મેમોરિયલ સ્લોઆન કેટરિંગ કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે. પરંતુ મુશ્કેલી એ છેકે, સંજય દત્તની પાસે અમેરિકાનાં વીઝા નથી અને તેઓ મુંબઈ બ્લાસ્ટમાં દોષીઓ અને સજા ભોગવી ચૂકેલાં ગુનેગારોમાં સામેલ છે.

એવામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છેકે, મેડિકલ ગ્રાઉન્ડ પર સંજય દત્તને અમેરિકાનાં વીઝા મળી જાય પરંતુ અમેરિકાનાં સખત કાયદાઓને જોતાં જો તેમને સારવાર માટે અમેરિકામાં જવાની પરવાનગી નહી મળે તો તેઓ સિંગાપોર પણ જઈ શકે છે. જે તેમના માટે એક બીજા વિકલ્પ રહેશે. જોકે, તેને લઈને પરિવારે કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ વિકલ્પ તરીકે સિંગાપોરમાં સારવાર કરાવવાના સમાચાર મળ્યા છે.

દુબઈથી પાછી ફરી માન્યતા
સંજય દત્તને ફેંફ્સાનું કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યુ હોવાની જાણ થતાની સાથે જ પત્ની માન્યતા દત્ત તેનાં બંને બાળકોની સાથે એક વિશેષ વિમાનથી દુબઈથી સીધી મુંબઈ પહોંચી ગઈ છે.

જણાવી દઈએ કે ચિંતામાં ડૂબેલી માન્યતા દત્ત ગઈકાલે એટલે કે મંગળવારે સંજય દત્તની પાસે તેના ઘરે આવી ગઈ હતી. લોકડાઉન અને કોરોના વાયરસના વધતા ઇન્ફેક્શનને કારણે તે માર્ચથી દુબઇમાં અટવાઈ ગઈ હતી, પરંતુ સંજય દત્તનાં કેન્સરના સમાચારથી ગભરાઈ ગયેલી મન્યતા દત્ત તરત જ તેના બે બાળકો ઇકરા અને શાહરાન સાથે મુંબઇ પરત આવી હતી.

નોંધનીય છે કે, કેન્સર માટે અમેરિકામાં વિશ્વ પ્રસિદ્ધ આ મેમોરિયલ સ્લોઆન કેટરિંગ હોસ્પિટલમાં તેની માતા નરગિસ દત્તની પણ 1980માં કેન્સરની સારવાર કરવામાં આવી હતી.

પરંતુ 1981માં તેણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો. સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્માને પણ કેન્સર થયુ હતુ અને સંજયદત્ત સાથે લગ્નનાં બે વર્ષ બાદ કેન્સરને કારણે 1987માં રિચા શર્માનું અવસાન થયુ હતુ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page