Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં તુટી પડશે અતિભારે વરસાદ? જાણો શું છે વરસાદની નવી આગાહી?

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝન પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે ત્યાર હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા બે કાંઠે વહેતા થયા છે જ્યારે ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. તોફાની પવન સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થાય તેવી સંભાવના છે. આગામી 12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 16 અને 17 તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા જ્યારે મહિસાગર, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, સુરત, વડોદરા, તાપી, નવસારી, નર્મદા, જૂનાગઢ, ભાવગરન, જામનગર, ગાંધીનગર આ ઉપરાંત કચ્છમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

દક્ષિણ પાકિસ્તાનમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતનાં વિવિધ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે.

આ ઉપરાંત વધુ એક સાઈક્લોનિક સરક્યુલેશન પાકિસ્તાન-કચ્છ અને રાજસ્થાન વિસ્તાર પર હોવાથી આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં પણ સારો વરસાદ થાય તેવી સંભાવના છે. ભારે વરસાદને પગલે ગુજરાતમાં ઘણી જગ્યાએ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.

12 ઓગસ્ટ: દાહોદ, મહિસાગર, ભરૂચ, વલસાડ, દમણ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાદરા નગર હવેલી તેમજ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

13 ઓગસ્ટ: સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

14 ઓગસ્ટ: દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

15 ઓગસ્ટ: આણંદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, વડોદરા, નર્મદા, ભરૂચ, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ, દાદરા નગર હવેલી તથા કચ્છમાં અતિભારે વરસાદ વરસી શકે છે.

16 ઓગસ્ટ: પાટણ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, દ્વારકા, સાબરકાંઠા, જામનગર, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page