Only Gujarat

Bollywood

સામાન્ય લોકોની જેમ બોલિવૂડમાં દિયર-ભાભી વચ્ચે કેવા હોય છે સંબંધો? શું તેમની વચ્ચે પણ થાય છે ઝઘડાઓ?

મુંબઈઃ દિયર અને ભાભીનો સંબંધ ખૂબ જ નિખાલસ અને પ્રેમભર્યો હોય છે. માનવામાં આવે છે કે, આ સંબંધ બે લોકો વચ્ચે વિશેષ લાગણી, માન-સન્માનની ગાંઠ બાંધી દે છે. બોલિવૂડમાં પણ ઘણાં સેલેબ્રિટીઝ વચ્ચે દિયર ભાભીનો આ સંબંધ ખૂબ જ પ્રેમભર્યો છે અને ચર્ચામાં હોય છે. આમાંથી કેટલાક દિયર ભાભી તો સાથે ફિલ્મ પણ કરી ચૂક્યા છે. આવો અમે તમને જણાવીએ બોલિવૂડના દિયર-ભાભીના સંબંધ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા.

સંજય કપૂર અને સુનિતા કપૂર
બોલિવૂડમાં ઘણી સારી ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં સંજય કપૂર અનિલ કપૂરના નાના ભાઈ છે. અનિલ કપૂરની પત્ની સુનિતા સાથે સંજય કપૂરને ખૂબ જ માન છે. તે તેમની ભાભીનું સન્માન કરે છે. સુનિતા પણ સંજય કપૂરને તેનો નાનો ભાઈ માને છે.

ઈશાન ખટ્ટર અને મીરા રાજપૂત
ઈશાન ખટ્ટર શાહિદ કપૂરના નાના ભાઈ છે. ઈશાન શાહિદની સાવકી માનો દીકરો છે, પણ બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે. શાહિદની પત્ની મીરા પ્રત્યે ઈશાનને ખૂબ જ સારા સંબંધ છે. ઈશાન તેમની ભાભીનું ખૂબ જ સન્માન કરે છે. બંને ઘણીવાર એક ફોટોમાં સાથે જોવા મળે છે. બોલિવૂડમાં દિયર-ભાભીનો સંબંધ ખૂબ જ ફૅમશ છે.

મલાઇકા અરોરા અને સોહેલ ખાન
મલાઇકા અરોરાએ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યાં હતાં. સોહેલ ખાન તેમના દિયર હતાં. જોકે, અરબાઝ ખાનથી મલાઇકા અલગ થઈ ગઈ છે, પણ દિયર સોહેલ સાથે તેમનો ખાસ સંબંધ છે. બંને વચ્ચે વાતચીત હજુ પણ ચાલુ છે.

રાની મુખર્જી અને ઉદય ચોપડા
રાની અને ઉદયે સાથે ફિલ્મ ‘મુઝસે દોસ્તી કરોગી’માં કામ કર્યું હતું. ઉદય ચોપડા રાની મુખર્જીના દિયર છે. રાની મુખર્જીએ યશરાજ પ્રોડક્શન હાઉસના માલિક આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યાં છે. બંને દિયર ભાભી વચ્ચે સારો સંબંધ છે. રાનીએ ઘણીવાર તેમના પતિ અને દિયર સાથે સ્પોટ થઈ છે.

આદિત્ય રોય કપૂર અને વિદ્યા બાલન
વિદ્યા બાલનનું નામ બોલિવૂડની સફળ એક્ટ્રેસિસમાં સામેલ છે. તે દરેકવાર એક નવું કેરેક્ટર પ્લે કરે છે. ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર વિદ્યાએ ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યાં છે. ફિલ્મ ‘આશિકી-2’ ફેમ આદિત્ય રોય કપૂર વિદ્યા બાલનના દિયર છે. બંને વચ્ચે સારો સંબંધ છે.

ઘણાં અવસરે બંને એકબીજા સાથે જોવા મળ્યાં છે. આદિત્ય મીડિયા સામે વિદ્યા બાલનની એક્ટિંગના વખાણ કરે છે અને કહે છે કે, તે તેમની સાથે ફિલ્મોમાં કામ કરવા માગે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page