Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહનાં કેપ્રી હાઈટ્સનાં ઘરમાં સંભળાતા હતા ડરામણા અવાજો પણ એક દિવસ…

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસની સીબીઆઈ તપાસ કરી રહી છે. આ પહેલા મુંબઈ પોલીસે સુશાંતના ઘરની સંભાળ રાખનાર નીરજ સિંહની પૂછપરછ કરી હતી. આ દરમિયાન નીરજે અનેક ઘટસ્ફોટ કર્યા હતા. તેણે પોલીસને કહ્યું હતું કે સુશાંતનું જૂનું મકાન ડરામણું હતુ. ત્યાં રાત્રે ડરામણા અવાજો સંભળાતા હતા. આટલું જ નહીં નીરજે દાવો કર્યો હતો કે તેઓ પાર્ટીઓમાં સિગારેટની સાથે ગાંજો પીતો હતો.

નીરજે પોતાના ત્રણ પાનાના નિવેદનમાં અનેક ઘટસ્ફોટ કર્યા છે. તેણે કહ્યું હતું કે તે એપ્રિલ 2019 માં હાઉસકીપિંગ સ્ટાફમાં કામ કરવા આવ્યો હતો. સુશાંતના પરિચિત વ્યક્તિનાં કહેવા પર તેને નોકરી મળી. જોકે બાદમાં તે બીમાર પડ્યો હતો. આ પછી, તેણે થોડા દિવસો માટે કામ છોડી દીધું. પરંતુ સુશાંતના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાએ તેમને મે 2019 માં ફરીથી કામ પર પાછો બોલાવ્યો હતો.

સફાઈ કરવાનું, ખાવાનું પિરસવાનું અને કુતરાઓને ફેરવવાનું હતુ કામ
નીરજ મુજબ, તે સુશાંત સિંહનાં ઘરમાં ત્યારથી કામ કરતો હતો, જ્યારે સુશાંત કેપ્રી હાઈટ્સ બિલ્ડીંગમાં રહેતો હતો. તેણે જમાવ્યુતે, તેનું કામ સફાઈ કરવાનું, ભોજન પિરસવાનું અને કૂતરાઓને ફેરવવા લઈ જવાનું હતુ. તેણે કહ્યુ ત્યાં પહેલાં રજત મેવાતી, સિદ્ધાર્થ પિઠાની, સેમુઅલ મિરાંડા, આનંદી, આયુષ અને અશોક કાસુ કામ કરતાં હતા. ડિસેમ્બર 2019માં સુશાંત બાંદ્રાના જોગર્સ પાર્ક સ્થિત માઉંટ બ્લેક એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા હતા.

કોઈએ ક્યુ લાઈટ બંધ કરી દો
નીરજ પ્રમાણે સુશાંતના જૂના મકાનમાં થોડી સમસ્યા હતી. તેણે કહ્યું, એક દિવસ તે કેપ્રી હાઇટ્સ પાલી બજારના ફ્લેટમાં સૂતો હતો. દરેકને સંપર્ક કરવા માટે વૉકી ટોકી સેટ ઉપલબ્ધ હતા . પછી તેને વોકી પર અવાજ સંભળાયો, નીરજ લાઇટ બંધ કરી દે. તેણે જણાવ્યું કે આ પછી તે સુશાંતના બેડરૂમમાં ગયો અને જોયું કે તે સૂઈ રહ્યો છે અને લાઇટ બંધ છે. આ પછી, તેણે ફરીથી એવો જ અવાજ સાંભળ્યો.

લિફ્ટ ચાલવાનો આવતો હતો અવાજ
નીરજે કહ્યું, તે રાત્રે ઉંઘી શક્યો નહીં. તેણે કહ્યું કે ત્યાંના દરેકને લિફ્ટ ઉપર-નીચે જતી હોવાનો અવાજ સંભળાતો હતો. કેટલીક વાર ડ્રમ બીટ્સના અવાજો પણ સાંભળાતા હતા.

ક્યારેય રૂમ બંધ કરતો ન હતો સુશાંત
નીરજે પોલીસને કહ્યું કે સુશાંત સિંહ જ્યારે કેપ્રી હાઇટ્સમાં રહેતો હતો, ત્યારે તે મુંબઈની બહાર જતો ત્યારે રૂમની ચાવી રસોડામાં રાખતો હતો. પરંતુ માઉન્ટ બ્લેન્ક એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો ત્યારથી જ તે જ્યારે કપડાં બદલતો અથવા રિયા ચક્રવતી અંદર હોય ત્યારે જ તે તેનો રૂમનો દરવાજો બંધ કરતો હતો. રૂમ બાકીનો સમય ખુલ્લો રહેતો હતો. તેથી, કોઈને તેની રૂમની ચાવી વિશે ખબર ન હતી.

કેટલીકવાર ગાંજો લેતો હતો સુશાંત
તેના જણાવ્યા અનુસાર સુશાંત સિંહ રિયા, આનંદી અને આયુષની સાથે અઠવાડિયામાં બે વાર પાર્ટી કરતો હતો. આ સમય દરમિયાન, તે દારૂ સિવાય ગાંજો અને સિગારેટ પણ પીતો હતો. તેણે સુશાંતના મૃત્યુના ત્રણ દિવસ પહેલા ગાંજાની સિગારેટ બનાવી હતી. તેને એક બોક્સમાં રાખી હતી. પરંતુ જ્યારે તેણે સુશાંતની આત્મહત્યા બાદ જોયું તો બોક્સ ખાલી હતુ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page