Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહનાં ચાહકે બનાવ્યું શાનદાર પેઈન્ટિંગ, જોતાં જ હ્રદય ભરાઈ જશે

સુશાંતસિંહ રાજપૂતે આ રીતે વિશ્વને અલવિદા કહી દેતા તેના પરિવારના સભ્યો, નજીકના લોકો અને ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે.. સુશાંતના આ પગલાથી લોકોના હૃદયમાં પડેલા ઘાને ભરાતા સમય લાગશે. અભિનેતાના મૃત્યુ પછીથી જ તેના ચાહકો દરરોજ સોશિયલ મીડિયા પર તેના જુના વીડિયો અને ફોટા શેર કરી રહ્યા છે. હવે તેના એક ફેને તેની એક પેઇન્ટિંગ બનાવી છે, જેને જોતા જ તમારું હૃદય ભરી દેશે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પેઈન્ટિંગ
સુશાંત સિંહ રાજપૂતના ફેને તેમની એક પેઇન્ટિંગ બનાવી તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેમાં તેની માતાના ખોળામાં માથું રાખી રહ્યો છે. આ સાથે ફેને લખ્યું, ‘જ્યારે બધું જ વિખરાવા લાગે છે, ત્યારે મને મારી માતાનાં ખોળામાં જ શાંતિ મળે છે. સુશાંત પર મેં બનાવેલી આ છેલ્લી પેઇન્ટિંગ છે. RIP ‘

ફેમિલીએ શેર કરી નોટ
સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી તેમના પરિવારે એક નોટ લખી છે અને શેર કરી છે. આ નોટમાં સુશાંત વિશે લખવામાં આવ્યું છે કે, તે કેટલો ઉત્સાહી, વાતચીત કરનારો અને અવિશ્વસનીય હતો. તે દરેક વસ્તુ માટે ઉત્સુક હતો. તે સપના જોતો અને તેની પાછળ ચાલતો હતો. તે ઉદારતાથી હસતો. તે પરિવાર માટે ગૌરવ અને પ્રેરણાદાયક હતો. અમે તે સ્વીકારવામાં અસમર્થ છીએ હવે અમે સુશાંતનું હાસ્ય સાંભળી શકશે નહીં. તેમના નુકસાનથી કુટુંબમાં કાયમ એક ખાલીપણું ઉભુ થઈ ગયુ છે જે ક્યારેય ભરી શકાશે નહી. આ સાથે, સંદેશમાં ચાહકોનો ખૂબ જ પ્રેમ બદલ આભાર માનવામાં આવ્યો છે.

સુશાંતસિંહ રાજપૂતના નામથી ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે
સુશાંત સિંહ રાજપૂતના પરિવારે નક્કી કર્યું છે કે તેના નામે ‘સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશન’ બનાવવામાં આવશે. આના માધ્યમથી સુશાંતના હૃદયની નજીકની બાબતો સિનેમા, વિજ્ઞાન અને રમતગમત સાથે સંકળાયેલા યુવા પ્રતિભાને ટેકો મળશે. એટલું જ નહીં, સુશાંતના બાળપણના પટણાના રાજીવ નગરમાં આવેલું ઘર સ્મારકમાં ફેરવાશે.

અહીં, મૃતક અભિનેતાને લગતી વ્યક્તિગત વસ્તુઓ ચાહકો માટે રાખવામાં આવશે. આમાં હજારો પુસ્તકો, તેમનું ટેલિસ્કોપ્સ, ફ્લાઇટ સિમ્યુલેટર વગેરે શામેલ છે. હવેથી સુશાંતનો પરિવાર તેમનો ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજને મેઈનટેઈન કરશે, જેના દ્વારા તેની યાદોને જીવંત રાખવામાં આવશે.

નેપોટિઝમ પર ચર્ચા
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઇ સ્થિત તેના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમના અવસાનમાં બોલિવૂડમાં નેપોટિઝમ અને જૂથબંધી વિશે ચર્ચા થઈ રહી છે. પોલીસ પણ અભિનેતાના મોતની પણ તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

You cannot copy content of this page