Only Gujarat

Bollywood FEATURED

શિલ્પા શેટ્ટીનું અસલી નામ ખબર છે? જ્હોનનું પણ કંઈક અલગ જ નામ છે!

કહેવાય છે કે નામમાં શું રાખ્યું છે. આ વાત બોલિવૂડ સ્ટાર્સ માટે કદાચ યોગ્ય લાગતી નથી. કેમ કે, અહીં તો નામથી જ બધું છે. ખરેખર તો જેટલું મોટું નામ, એટલાં જ મોટા સ્ટાર. આ વાત બોલિવૂડ સ્ટાર્સ માટે યોગ્ય લાગે છે, પણ શું તમે જાણો છો, તમારા ફેવેરિટ સુપરસ્ટાર્સનું સાચું નામ બીજુ છે જેને બદલવામાં આવ્યું હતું, ઉદાહરણ તરીકે શિલ્પા શેટ્ટીનું નામ પહેલાં અશ્વિની હતું. તો અમે તમને એવા બોલિવૂડ સ્ટાર વિશે જણાવીએ જેમણે પોતાના નામ બદલ્યાં છે.


અમિતાભ બચ્ચન
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું સાચુ નામ અમિતાભ નથી. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાયજીએ બીગબીનું નામ પહેલાં ઇન્કલાબ શ્રીવાસ્તવ રાખ્યું હતું. કહેવામાં આવે છે કે, તે ‘ઇન્કલાબ જિન્દાબાદ’ના નારાથી પ્રેરિત હતું. જોકે, પછી બિગબીનું નામ ઇન્કલાબથી બદલીને અમિતાભ કરી દેવામાં આવ્યું હતું.


શિલ્પા શેટ્ટી
એક્ટ્રસ શિલ્પા શેટ્ટીનું સાચુ નામ અશ્વિની હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાં પહેલાં તે અશ્વિની નામથી ઓળખાતી હતી. કહેવામાં આવે છે કે, શિલ્પાની માને એક જ્યોતિષે કહ્યું હતું કે, ‘જો દીકરીનું નામ અશ્વિનીથી બદલીને શિલ્પા કરી દેવામાં આવશે તો કરિયરમાં તેને અભૂતપૂર્વ સફળતા મળશે.’ આ રીતે અશ્વિની, શિલ્પા બની ગઈ.


જૉન અબ્રાહમ
ઘણાં ઓછા લોકોને ખબર નહીં હોય કે જૉન અબ્રાહમનું સાચુ નામ જૉન નથી. જૉનનું સાચુ નામ ફરહાન અબ્રાહમ હતું. ફરહાનને તેમના પિતા જૉનના નામથી બોલાવતાં હતાં અને ત્યારથી તેમનું નામ જૉન અબ્રાહમ પડી ગયું.


જેકી શ્રોફ
બોલિવૂડના ઓલ ટાઇમ ફેવરિટ એક્ટર જેકી શ્રોફનું સાચુ નામ જેકી નથી. તેમનું સાચુ નામ જય કિશન કાકુભાઈ શ્રોફ છે. તો જેકી શ્રોફના દીકરા અને બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફનું પણ સાચુ નામ ટાઇગર નહીં પણ જય હેંમત શ્રોફ છે.


તબ્બૂ
90નાં દશકની પોપ્યુલર એક્ટ્રસ તબ્બૂનું સાચુ નામ તબ્બૂ નહીં પણ તબસ્સુમ હાશમી ખાન હતું. આ નામને શોર્ટ કરી તબ્બૂ કરી લીધું હતું, કેમ કે લોકોનું ધ્યાન લાંબા સમય સુધી બની રહે સાથે જ બોલવામાં પણ સરળતા રહે.


કિયારા અડવાણી
એક્ટ્રસ કિયારા અડવાણીનું સાચુ નામ આલિયા અડવાણી હતું. રિપોર્ટ પ્રમાણે કિયારાનું સાચુ નામ સલમાન ખાને બદલાવ્યું છે. સલમાન ખાનનું માનવું હતું કે, કિયારાનું સાચુ નામ આલિયાના નામથી મળતું આવે છે. એવામાં નામમાં કંઈ નવું નથી. એટલે આલિયા અડવાણી કિયારા અડવાણી બની ગઈ.


પ્રભાસ
સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસનું સાચુ નામ સાંભળી તમે ચોંકી જશો. પ્રભાસનું સાચુ નામ વેન્કટ સત્યનારાયણ પ્રભાસ રાજૂ ઉપ્પલપતિ છે.

You cannot copy content of this page