Only Gujarat

Bollywood FEATURED

46 વર્ષની ઉંમરમાં પણ સલમાનની એક્સ ભાભી લાગે 26ની, જાણો એવું તો શું જમે છે?

મુંબઈઃ આખી દુનિયા અત્યારે કોરોના સામે ઝઝૂમી રહી છે. આ વાઈરસના કારણે રોજ હજારો લોકોના જીવ જઈ રહ્યા છે. ભારતમાં આ ચેપને કારણે લોકડાઉનને 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે. એટલે સામાન્ય જનતાની જેમજ બોલિવૂડ સેલેબ્સ પણ પોતપોતાના ઘરમાં કેદ છે. હા, જોકે સેલેબ્સ સોશિયલ મીડિયામાં ચોક્કસથી એક્ટિવ છે. વાત જો 46 વર્ષની મલાઇકા અરોરાની કરવામાં આવે તો, તે અત્યારે તેનું પૂરેપૂરું ધ્યાન ફિટનેસ પર આપી રહી છે. તે ઘરે જ નિયમિત વર્કઆઉટ કરે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, આ ઉંમરે પણ મલાઇકા કેવી રીતે પોતાની જાતને ફિટ રાખે છે.


પોતાની જાતને ફિટ રાખવા માટે મલાઇકા ઘણો સમય જિમમાં વર્કઆઉટ કરી પસાર કરે છે, પરંતુ લોકડાઉનના કારણે અત્યારે તે ઘરમાં જ કસરત કરે છે. આ દરમિયાન તે તેની ટ્રેનર સાથે પણ સંપર્કમાં છે.


મલાઇકાએ જણાવ્યું કે, તેના ડાયટમાં શાકભાજીનો સમાવેશ થાય છે. તેની સાથે તે એન્ટી ઓક્સિડેન્ટ ફૂડનો પણ સમાવેશ કરે છે. તે તેના દિવસની શરૂઆત હેલ્ધી સ્મૂદી (થિક જ્યૂસ) સાથે કરે છે, જેનાથી તેને ભરભૂર એનર્જી મળે છે.


બ્રેકફાસ્ટમાં તે અવાકાડો ટોસ્ટ લેવાનું પસંદ કરે છે. પેસ્ટ ઉપર ચીલી ફ્લેક્સ ભભરાવી ખાય છે. લંચ અને ડીનરમાં તે ડીટોક્સ મીલ લે છે, જેમાં મોટાભાગે બાફેલાં શાકભાજીનો સમાવેશ થાય છે, જેનાથી વજનને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.


ડિનરમાં તે એકદમ સાદુ ભોજન પસંદ કરે છે. તે મિઠાઇઓથી દૂર રહે છે અને તેના ડાયટમાં ઘી, ગોળ, ખારેક અને મધનો સમાવેશ થાય છે. મલાઇકાને પાસ્તા બહુ ભાવે છે. તે રોજ બદામ મિલ્ક, ઈલાયચી પાવડર અને મધ સાથે ઓટ્સ લેવાનું પસંદ કરે છે. તેને ડીટોક્સ જ્યૂસ બહુ ભાવે છે. બોડીમાં આયર્નની માત્રા વધારવા માટે તે આ જ્યૂસ પીવે છે.


મલાઇકાના જણાવ્યા અનુસાર તેને સી ફૂડ્સ સૌથી વધારે ભાવે છે. તે સંતુલિત આહાર લે છે, નારિયેળ પાણી પીવે છે અને સાથે જ હાર્ડ ડ્રિન્ક્સ અને સ્મિકિંગથી દૂર રહે છે.


મલાઇકા ફિટ રહેવા માટે વર્કઆઉટની સાથે-સાથે ઘણી આઉટ ડોર ગેમ્સ પણ રમે છે. તે રોજ અડધો કલાક સ્વિમિંગ, સાઇકલિંગ અને જોગિંગ કરે છે. તેના શેડ્યૂલમાં યોગા, ડાન્સ, વેટ ટેનિંગ અને કિક બોક્સિંગનો પણ સમાવેશ થાય છે.


તરોતાજા રહેવા માટે મલાઇકા ભરપૂર ઊંઘ લે છે. તે નિયમિત 7-8 કલાકની ઊંઘ લે છે. રાત્રે 8 વાગે ડિનર લઈ લે છે. સૂવાના બે કલાક પહેલાં જમી લેવાથી પાચન સારું થાય છે અને ટમી પણ એકદમ સ્લીમ રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page