Only Gujarat

Gujarat

અહીં રહે છે હિતેન કુમાર, ડબલ ગ્રેજ્યુેટ છે એક્ટર, ભગવાન શંકરમાં છે અપાર શ્રદ્ધા

અમદાવાદ: ગુજરાતી ફિલ્મોની વાત આવે એટલે અમુક કલાકારોના નામ લીધા વગર ન રહી શકાય. આવા જ એક કલાકાર એટલે હિતેન કુમાર. ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયા બાદ જોઈ કોઈએ સૌથી વધુ ચર્ચા જગાવી હોય તો તે છે હિતેન કુમાર. સમાચાર આવ્યા છે કે મુંબઈમાં રહેતા હિતેન કુમારના બિલ્ડિંગને સીલ કરાયું છે. તેમની સોસાયટીમાં એક સભ્યનો કોરોના પોઝિટિવ આવતા સોસોયટી સીલ કરાઈ છે. આ અંગેની જાણકારી હિતેન કુમારે ખુબ ફેસબૂક પર આપી હતી.

ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમારે એક પછી એક હિટ ફિલ્મોની હારમાળા સર્જી હતી. જેમાં ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’, ‘મહિયર માં મનડું નથી લાગતું’, ‘પાલવડે બાંધી પ્રિત’, ‘ઉંચી મેડી ના ઊંચા મોલ’ વગેરે સુપર-ડુપર ફિલ્મો સામેલ છે. હિતેન કુમારે અત્યાર સુધી 70થી વધુ નાટકો તેમજ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તો આજે અમે તમને તેના ઘરની એક્સક્લુઝિવ તસવીરો દેખાડીશું અને તેના જીવનની રસપ્રદ વાતો જણાવીશું…

ગણદેવી નજીક તોરણ ગામ છે વતન
ગુજરાતી ફિલ્મોમાં અભિનયનો જાદુ ચલાવનાર હિતેન કુમારનું મૂળ વતન સુરત પાસે ગણદેવી નજીક આવેલું તોરણ ગામ છે. હાલ પત્ની સાથે મુંબઈમાં રહે છે. ગુજરાતીમાં અનેક હિટ ફિલ્મો આપી 8થી વધુ વખત રાજ્ય સરકારનો એવોર્ડ મેળવનાર હિતેન કુમારને કુલ 50થી વધુ એવોર્ડ મળ્યા છે

ડબલ ગ્રેજ્યુએટ છે હિતેન કુમાર
મુંબઈના મલાડમાં દાલમિયા કોલેજમાં ડબલ ગ્રેજ્યુએટ કરનાર હિતેન કુમારના પિતા ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા જોબ કરતા હતા. તેમના પરિવારમાં અભિનયનું કોઈ ને કશું જ લાગતું વળગતું નહોતું. જોકે હિતેન કુમારને બચપણથી જ અભિનયનો ખૂબ જ શોખ જાગ્યો હતો.

ખસ ખસનું શાક ખૂબ ભાવે
સુપરસ્ટાર હિતેન કુમારના ફુડના શોખની વાત કરીએ તો તેમને ખસ ખસનું શાક, જુવારનો રોટલો, ભાત અને છાશ ખૂબ પસંદ છે. તેમને ફરવા માટેની ફેવરિટ જગ્યા માથેરાન છે.

શંકર ભગવાનમાં છે અપાર શ્રદ્ધા
હિતેન કુમારે 30 નવેમ્બર, 1989માં સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા. સોનલ મહેતા ડિઝાઇનર અને એસ્ટ્રોલોજર છે. હિતેન કુમારને શંકર ભગવાનમાં અપાર શ્રદ્ધા છે. તેઓ જ્યોતિષમાં માને છે, પણ અંધશ્રદ્ધાથી દૂર કરે છે.

હિતેન કુમારના ફેવરિટ સ્ટાર્સ કોણ છે
હિતેન કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ પોતે અમિતાભ બચ્ચન, નાના પાટેકર, સંજીવ કુમાર, કાજલ, વિદ્યાબાલન અનેવહીદા રહેમાનના ચાહક છે.

તો હું જાનવરોનો ડૉક્ટર બન્યો હોત
હિતેન કુમારને પશુ-પ્રાણીઓ પ્રત્યે અનહદ પ્રેમ છે. એક વખત એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે અભિનેતા ન બન્યા હોત તો શું બન્યા હોત? તેના જવાબમાં હિતેન કુમારે જણાવ્યું હતું કે હું જાનવરોનો ડૉક્ટર બન્યો હોત. કેમ કે મને પશુઓ પત્યે ખુબ જ લાગણી છે.

નવરાશની પળોમાં છે વાંચનનો શોખ
હિતેન કુમારને નવરું બેસવું જરા પણ પસંદ નથી. તેમના પરિવારજનો હિતેન કુમારને વર્કોહોલિક ગણે છે. નવરાશની પળોમાં વાંચન કરે અથવા ફિલ્મો જુવે પણ સાવ ફ્રી બેસી રહેવું ગમતું નથી.

અર્બન ગુજરાતી ફિલ્મોનો છે વિરોધ
હિતેન કુમાર હાલ બની રહેલી અર્બન ગુજરાતી ફિલ્મો પ્રત્યે અવાર નવાર પોતાનો અણગમો વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે ‘અર્બન ગુજરાતી ફિલ્મ’ એ સંપૂર્ણપણે હાસ્યાસ્પદ શબ્દ છે. વિશ્વમાં ક્યાંય ફિલ્મો, નાટક કે સાહિત્ય માટે રૂરલ કે અર્બન હોતું નથી. અમુક ફિલ્મોને બાદ કરતાં બીજી ફિલ્મો પીટાઈ ગઈ છે. આનો દોર લાંબો ચાલવાનો નથી.

‘અભિલાષા’ સીરિયલથી ટીવીમાં ડેબ્યુ
નાટકો અને ફિલ્મો બાદ હવે હિતેન કુમારે નાના પડદે ચમક્યા છે. તેઓએ ગુજરાતી ટીવી સીરિયલ ‘અભિલાષા’માં ડેબ્યૂ કર્યું છે.

હિતેન કુમારે તેની કારકીર્દીમાં અનેક પ્રકારના રોલ કર્યા છે.

You cannot copy content of this page