Only Gujarat

Gujarat

મરઘીને ડંખ મારી તેના ઇંડા ગળી ગયો કોબરા સાપ પછી જે થયું તે જોઈ તમે ડરી જશો

ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સાપ એક ઘરના ગોખલામાં બેસી ગયો હતો. એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા સાપનું રેસ્ક્યુ કરાયું હતું. જેમાં સાપે ગળેલા બધા જ ઈંડા બહાર કાઢી નાખ્યા હતા.

ઝેરી કોબરાએ મરઘીને ડંખ માર્યો અને ઈંડા ખાઈ ગયો

ગરબાડાના તાલુકાના ઝરીબુઝર્ગ ગામના બસ સ્ટેન્ડ વિસ્તાર રહેતા વિજયભાઈ ભુરીયાના રહેણાંક મકાનમાં ઝેરી કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘરમાં સાપ જોવાતા ઘરના લોકો ડરી ગયા હતા અને સાપને પકડવા માટે ઓલ એનિમલ રેસ્ક્યું ટીમને જાણ કરવામાં આવી હતી. ઓલ એનિમલ રેસક્યુ ટીમ દ્વારા ઘરની અંદરથી ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

કોબ્રા સાપે ઘરમાં રહેલી એક મરઘીને ડંખ મારતા તેનું મોત થયું હતું. બાદમાં સાપ મરઘીના આઠ જેટલા ઇંડા ગળી ગયો હતો. સાપને ઘરમાંથી રેસ્ક્યુ કર્યા બાદ સાથે ગળી ગયેલા ઈંડા બહાર કાઢ્યા હતા અને ઓલ એનિમલ દ્વારા સાપને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

જોકે રેસ્ક્યુ ટીમ દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે તેણે ભાગવાના પ્રયત્નો યોગ્ય રીતે ના થઈ શકતા બધા જ ઈંડા બહાર કાઢ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.

You cannot copy content of this page