Only Gujarat

Gujarat

મળી આવી સાપની 10 ફુટ લાંબી અખંડ કાંચળી, મુખથી લઈને પૂંછ સુધી ક્યાંય નથી છેદ

એક ખૂબ જ આશ્ચર્ય પમાડતો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના ગામમાં સાપની 10 ફુટ લાંબી અખંડ કાંચળી મળી આવી હતી. નવાઈ પમાડે તેવી વાત એ હતી કે આ કાચલીમાં મુખથી લઈ પૂંછ સુધી કયાંય છેદ નથી. આ કાંચળીની પૂજાવિધી કરી તેને મંદિરમાં અર્પણ કરવામા આવી હતી. આ કાચલીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢના કેશોદ તાલુકાના સોંદરડા ગામે સાપની 10 ફુટ લાંબી અખંડ કાંચળી મળી આવી હતી. ગામમાં રહેતો યશ કુંભાણી નામનો યુવક તેના પિતા સાથે તળાવ કાંઠે માછલીને ખોરાક આપવા જતાં તેનું ધ્યાન તળાવ કાંઠે સાપ દ્વારા ઉતારવામાં આવેલી કાચરી ઉપર પડયું હતું.

આ કાંચળી10 ફુટ લાંબા કોબ્રા સાપની કાચલી હતી. જેમાં મુખથી લઈ પુંછ સુધી કયાંય પણ છેદ નથી, એટલે કે અખંડ કહી શકાય તેવી આ કાચરીને યુવાન અને તેના પિતા ઘરે લાવ્યાં હતાં.

શાસ્ત્ર મુજબ અખંડ મળી આવતી કાચલી ખુબ પવિત્ર અને શુકનવંતી માનવામાં આવે છે. ગામલોકો કાંચળીના દર્શન કરી શકે તે ભાવથી પિતા-પુત્રે સાપની કાંચળીની મંદિરમાં પૂજા થશે તેવા પવિત્રભાવથી મંદિરમાં અર્પણ કરી હતી.

સાપની કાંચળી જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

સાપની 10 ફૂટ લાંબી અખંડ કાંચળી સોંદરડા ગામના યશ કુંભાણી નામના યુવાનને મળી હતી.

You cannot copy content of this page