Only Gujarat

FEATURED Gujarat

બ્રેન ડેડ સુરતી ગર્લે આપ્યું પાંચ લોકોને નવું જીવન, કયા અંગો કર્યાં દાન

સુરતના ગણદેવી તાલુકાના ધમડાછા ભુરાવાડીમાં રહેતી 20 વર્ષિય દિશા દેવાંગભાઇ નાયકે 16 જુને્ પોતાના જ ઘરે ફાંસી લગાવી લીધી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી. અહીં ડોક્ટર્સે તેને બ્રેન ડેડ જાહેર કરી હતી. દિશા ફિઝિયોથેરેપીનો કોર્સ કરી રહી હતી. તે ત્રીજા વર્ષની વિદ્યાર્થિની હતી. બ્રેન ડેડ થયા બાદ તેના પરિવારજનોએ તેના અંગોને દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. તેના અંગોથી પાંચ લોકોને નવું જીવન મળ્યું છે.

16 જુને દિશાએ રાતે 11.30 વાગ્યે પોતાના ઘરે ફાંસી લગાવી લીધી. તેને તાત્કાલિક ગણદેવીની દમણિયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. અહીંથી 17 જુને તેને સિડ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. જ્યાં ડોક્ટર કરશન નંદાણીએ તેની સારવાર શરૂ કરી. સિટી સ્કેનમાં જાણવા મળ્યું કે તેના મસ્તિષ્કમાં લોહી અને ઓક્સિજન પહોંચતા નથી જેના કારણે ત્યાં સોજો આવી ગયો છે. રવિવારે 21 જુને તમામ ડોક્ટર્સે મળીને તેને બ્રેનડેડ જાહેર કરી.

સૌથી પહેલા દિશાનો ડોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો. ત્યારબાદ તેના ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી જે માટે ડોનેટ લાઇવની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. દિશાના ફૂઆ બંકિમ ભાઇ દેસાઇ, પિતા દેવાંગભાઇ અને માતા શિલ્પાબેન સાથે દિશાના અંગદાન વિશે ચર્ચા કરવામાં આવી.

પરિવારના લોકોએ જણાવ્યું કે અમે આ નિર્ણય લેવામાં થોડો સમય લગાવ્યો. દિશા ફિઝિયોથેરેપિસ્ટ બની સમાજની સેવા કરવા માગતી હતી. આથી અમે નિર્ણય લીધો કે તેના અંગોને જરૂરિયાતમંદોને દાન કરવામાં આવશે. પરિવાર તરફથી અંગદાનની સ્વીકૃતિ મળ્યા બાદ નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO)ના કન્વીનર ડોક્ટર પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાનની જાણકારી આપી.

અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડોક્ટર સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની-લીવરનું દાન સ્વીકાર્યું. તો લોકદ્રષ્ટિ ચક્ષુબૈંકની ટીમે દિશાની આંખોનો સ્વીકાર કર્યો. દાનમાં મળેલા આ અંગોને જરૂર પડ્યે જરૂરિયાતના શરીરમાં પ્રત્યારોપિત કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page