Only Gujarat

Gujarat

પટેલ સરનેમ લઈ લો અને મને પટેલ સમાજમાંથી કાઢી નાંખો: કીર્તિ પટેલ

આખું ગજરાત ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી દુ:ખી છે. સમાજનો દરેક વર્ગ વેકરિયા પરિવારની પડઘે આવ્યો છે. બીજી તરફ ઘટના સ્થળે હાજર લોકોએ ગ્રીષ્માને બચાવવાનો પ્રયત્ન ન કર્યાની વાતો પણ વહેતી થઈ છે. સોશ્યલ મીડિયા પર અમુક લોકો ઘટના સ્થળે હાજર તમાશો જોતા લોકો પર ફીટકાર વરસાવી રહ્યા છે. જેમાં ટીકટોક અને યુટ્યુબ સ્ટાર કીર્તિ પટેલે પણ ઝંપલાવ્યું છે. કીર્તિ પટેલનો હાલ એક વીડિયો ખૂબ વાઈરલ થયો છે, જેમાં ખાસ કરીને તેણે પટેલ સમાજ પર બેફામ વાણી વિલાસ કર્યો છે.

કીર્તિ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો. આ વીડિયોમાં કીર્તિ પટેલ આક્ષેપ લગાવ્યો છે કે તેણે કોઈ પણ બાબતે અવાજ ઉઠાવ્યો હોય પણ તેને પટેલ સમાજ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો નથી. કીર્તિ પટેલે એમ પણ કહ્યું હતું કે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ પટેલ તેને છોડાવવા આવ્યા નહોતા. આ ઉપરાંત કીર્તિ પટેલે એમ પણ કહ્યું છે કે, હીજડા અને બાયલા પટેલ સમાજમાં રહેતા હોય તો મારે નથી રહેવું.

વીડિયોમાં બેફામ બનેલી કીર્તિ પટેલે કહ્યું હતું કે કયો પટેલ આવ્યો કીર્તિ પટેલની સાથે લડત લડવા માટે? કયો પટેલ મને છોડાવવા માટે આવ્યો? ક્યા પટેલે આવીને કહ્યું કે, આ દીકરીને ખોટી રીતે હેરાન કરવાનું રહેવા દો. આ લોકો તમાશો જોવામાં જ સમજે છે. આજે પટેલની દીકરી થઈને મેં કોઈ પણ કાસ્ટ હોય તો પણ ખોટું થતું હોય ત્યાં મેં અવાજ ઉઠાવ્યો છે. પટેલ સમાજ સાથે ખોટું થતું હશે ત્યારે પણ અવાજ ઉઠાવ્યો છે. તો પણ છોકરીને સપોર્ટ આપ્યો નથી. હું તો એવું કહું છું કે આની કરતા મને પટેલ સમાજમાંથી કાઢી નાંખો.

વીડિયોમાં આકરા પાણીએ દેખાતી કીર્તિ પટેલે કહ્યું કે કોઈક કહેતું હતું કે કીર્તિ પટેલની પાછળની સરનેમ લઇ લો. તો લઇ લો મારે નથી રહેવું સમાજમાં. આવા હીજડા અને બાયલા રહેતા હોયને પટેલ સમાજમાં તો મારે નથી રહેવું. હસતા હસતા સરનેમ આપી દઉ. એવું કહે કે પટેલ સમાજની દીકરી થઈને ગાળો બોલે. અરે પટેલ સમાજની દીકરીમાં એટલી તાકાત છે તમારા જેવું બાયલી નથી. લાવો ગમે તેવો મર્દ સામો. મારી નાખું પાડી દેત ત્યાં ને ત્યાં.

વધુમાં કીર્તિ પટેલે જણાવ્યું હતું કે એરપોર્ટમાં એરહોસ્ટેસની સાથે મારો ઝઘડો નહોતો. પણ બીજાની સાથે ઝઘડી હતી. એટલે તે એરહોસ્ટેસને તો મેં ઢીબી નાંખી. કોકની માટે મેં એરહોસ્ટેસને માર માર્યો હતો. મારા ઝઘડા તો બીજાની માટે જ હોય છે. આવા હીજડા વેળા મેં ક્યારેય કર્યા નથી.

You cannot copy content of this page