Only Gujarat

Gujarat

વિરમગામના ખેડૂતે અશ્રુ ભીને આંખે ગાયામાતાના અંતિમ સંસ્કાર કર્યા, જુઓ તસવીરો

વિરમગામ: સ્વાર્થી સમાજમાં ગાયોને ભટકતી છોડી મુકવાનો રિવાજ બનવા લાગ્યો છે. પણ અમદાવાદના વિરમગામના થોરીથાંભા ગામે એક ગાયનું મૃત્યું થયું તો માતમના માહોલ વચ્ચે ખેડૂતે પોતાની પ્રિય ગાયના અંતિમ સંસ્કાર કર્યા અને તેની અસ્થિ સંગમમાં વહાવીને તેરમું કરવાની પણ તૈયારીઓ હાથ ધરી છે.

આપણી હિંદુ સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ ઘણા લોકો ગાય દૂધ આપવાનું બંધ કરે ત્યારે તેને કતલખાને મોકલી દેતા હોય છે અથવા તો તેને રઝળતી મુકી દેતા હોય છે. પરંતુ કેટલાક જીવદયાપ્રેમીઓ એવા પણ છે કે જેઓ પોતાની ગાયના અંતિમ શ્વાસ સુધી તેનો સાથ નિભાવતા હોય છે. આવો જ કિસ્સો જોવા મળ્યો છે અમદાવાદના થોરીથાંભામાં. જ્યાં માતા સમાન ગાય નું મૃત્યુ થતા તેના માલિકે ખાડો ખોદી મૃત ગાયમાતાને સમાધિ આપી પુષ્પાંજલિ અર્પણ કરી. વિરમગામ તાલુકાના થોરીથાંભા ગામે રહેતા માલધારી સમાજના ભોપાભાઈ માલાભાઈ ભરવાડની માતા સમાન ગૌમાતા મૃત્યુ પામી. તે સમયે તેના માલિકે ઘર નજીક ખાડો ખોદી સમાધિ આપી ભીની આંખે તેને વિદાય આપી.

ભોપાભાઈ ભરવાડે માલધારી સમાજ સહિત ગૌમાતાનું પાલન કરતા દરેકને એવો સંદેશ આપ્યો હતો કે હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવેલું છે યારે તેની સાથે માતા જેવું જ વર્તન કરવું જોઈએ. આપણે સૌ ગૌમાતા નું પૂજન કરીએ છીએ તેમજ ગાય પણ આપણા કુટુંબને દૂધ આપીને આર્થિક રીતે સક્ષમ કરે છે. આમ પણ વિશ્વમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે આપણા પરિવારનું લાલન પાલન કરતી ગાય માતા મૃત્યુ પામે તો તેનો તેનો અન્ય રીતે નિકાલ ન કરતા અંતિમવિધિ કરવી જોઈએ.

તેના શરીરને પહેલા લાલ કાપડમાં ઢાંકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બળદની ગાડીમાં રાખવામાં આવ્યો હતો અને તેની અંતિમ વિધિ બેન્ડવાજાની મધુર ધૂન વગાડીને કાઢવામાં આવી હતી. ગામના ઘણા લોકો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ ગાયના અંતિમ સંસ્કાર વૈદિક મંત્રોચ્ચાર અને હિન્દુ રિવાજો સાથે કરવામાં આવ્યા હતા.

ગોપાલક બલરામ મિશ્રાએ કહ્યું કે, કૃષ્ણા (ગાય) અમારા પરિવાર માટે મા સમાન હતી. તેને ક્યારેય બાંધવામાં આવી નથી કે તે ઘરની બહાર ચારો ખાવા ગઇ. સમગ્ર દિવસ દરમિયાન તે ઘરના દરવાજે બેસી રહેતી હતી. અમારી ગાયનું નહીં, માતાનું નિધન થયું છે અને એટલે જ પરિવારના સભ્યોએ તેના વૈદિક પરંપરા પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યા હતા.

You cannot copy content of this page