Only Gujarat

Gujarat

લોકડાઉનમાં ગુજરાતી ક્રિકેટર પુજારા આ રીતે વિતાવે છે દિવસ, પત્ની પૂજાને લઈને કહી આ વાત

રાજકોટ: જો લોકડાઉન હોત તો આ સમયે ક્રિકેટર ચેતેશ્વર પુજારા કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યાં હોત. પરંતુ હવે લોકડાઉન ટાઇમમાં તેઓ બે વર્ષની દિકરી અદિતિ સાથે સમય વિતાવી રહ્યાં છે. આ સિવાય 9 કલાકની ઉંઘ પણ માણે છે. તેઓએ ડાઉનટાઇમ ડાયરીમાં પોતીની પર્સનલ લાઇફસ્ટાઇલ વિશે કેટલીક રોચક વાતો શેર કરી છે.

પુજારાએ જણાવ્યું કે હાલ હું નવ કલાકથી વધુ નથી સૂઇ સકતો કારણ કે મારી દીકરી આદિતી 7.30 વાગ્યે ઉઠી જાય છે. તેને દિવસભર રમવાનું પસંદ છે. મારા ઘરની પાછળ ગાર્ડન છે જ્યાં અમે તેની સાથે રમીએ છીએ. હું ઘરના કામમાં પત્ની પુજાની મદદ પણ કરું છું.

પુજારાએ કહ્યું કે હું કુકિંગમાં ખુબ સારો નથી. મારું માનવું છું કે તમામ લોકોએ ઘરના કામમાં મદદ કરવી જોઇએ. એક ખેલાડી હોવાને કારણે પહેલા પરિવાર અને મિત્રો માટે વધુ સમય મળતો ન હતો પરંતુ લોકડાઉનના કારણે આ સમય મળ્યો છે.

પુજારાએ જણાવ્યું કે તેઓઐ હાલ ક્રિકેટ સિવાય બેડમિન્ટનને પણ મિસ કરી રહ્યો છું. સામાન્ય રીતે જ્યારે હું રાજકોટમાં ઘરે હોવ છું તો વિકેન્ડ્સ પર જયદેવ ઉનડકડ સાથે બેડમિન્ટન રમું છું. મને બેડમિન્ટન ખુબ જ પસંદ છે. હું તેમાં વધુ સારો વિરોધી ખેલાડી છું.

પુજા મારી પાસેથી બેડમિન્ટન શીખે છે પરંતુ હું તેને જીતવા દેતો નથી. મારા હારવા પર તેને ખુશી થાય આથી હું હારી જાવ તેનું નથી થતું. હું તેને કહું છું કે મને હરાવવો હોય તો મારાથી સારું રમવું પડશે.

પુજારાએ કહ્યું કે હું સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવતો નથી. હું દિવસમાં વધુમાં વધુ એક કલાક ફોનનો ઉપયોગ કરું છું. આજકાલ અમે નેટફ્લિક્સ પર હોમલેન્ડ અને હોટસ્ટાર પર સ્પેશિયલ ઓપ્સ જોઇ રહ્યાં છીએ.

You cannot copy content of this page