Only Gujarat

Gujarat

સુરતમાં અઢી વર્ષનો બકરો 11 લાખમાં વેચાયો, જોવા માટે લોકો ઉમટી પડ્યા

સુરતમાં બકરી ઇદની ઉજવણીની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની, સીરોઇ નસલના બકરા મંડીઓમાં મોં માગી કિંમતે મુશ્લીમ બિરાદરો બકરાની ખરીદીઓ કરી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં પહેલી વાર તૈમુર નામનો એક બકરો રૂપિયા 11 લાખમાં જાણીતા બિલ્ડર ઝબલભાઈ સુરતીએ ખરીદતા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ઝબલભાઈએ જણાવ્યું હતું કે બકરો 192 કિલોનો છે અને 46 ઇંચની ઉંચાઈ ધરાવે છે. ઇદના રોજ બકરાની કુરબાની આપી ઉજવણી કરાશે.ઝબલભાઈ સુરતી (બિલ્ડર) એ જણાવ્યું હતું કે બકરાની ઉંમર હાલ અઢી વર્ષની છે. આઠ મહિનાથી આ બકરાનું પાલનપોષણ એક પશુપાલક કરતો હતો.

જોકે બકરાને જોયા બાદ એને કોઈ પણ કિંમતે લેવાની ઈચ્છા હતી. એટલે 11 લાખમાં ખરીદી કરી છે. આવા મારી પાસે બીજા 20 બકરાઓ છે. જેઓની કુરબાની પણ ઇદના રોજ આપવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે હાલ આ બકરા (નામ તૈમુર છે) નો ખોરાક જોઈએ તો કાજુ-બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો, મુરબ્બો સહીતનો છે. રોજ બે ટાઈમ ભોજન આપવામાં આવે છે. આ સાથે રોજ 4 લીટર દૂધ પીવડાવવામાં આવે છે અને એક કલાક માલિશ કરાઈ છે. અઠવાડિયામાં એક વાર વોક પર પણ લઈ જવામાં આવે છે.

વધુમાં જણાવ્યું હતું કે હાલ તૈમુર (બકરો)નું વજન 192 કિલો અને ઉંચાઈ 46 ઇંચ છે. આ બકરો પંજાબી નસલનો બકરો છે. બીજા કશ્મીર, કાઠીયાવાડી, પંજાબી, પેનતેમ, સીરોઈ જેવા અન્ય નશલના બકરાઓનું પણ ધૂમ વેચાણ થાય છે. આ તમામ બકરાઓની કુરબાની ઇદના દિવસે આપી બકરી ઇદની ઉજવણી કરાશે.

You cannot copy content of this page