Only Gujarat

Bollywood TOP STORIES

2 વાર લગ્ન કર્યાં છતાં પણ આ અભિનેત્રી એકલી જીવી રહી છે જિંદગી, જાણો શું છે ચોંકાવનારું કારણ

10 વર્ષ પહેલાં શરૂ થયેલી ટીવી સિરિયલ ‘ બડે અચ્છે લગતે હૈ ‘ ખૂબ જ ફૅમશ થઈ હતી. એકતા કપૂર સિરિયલનો બીજો ભાગ પણ શરૂ કરવાની હતી. તેમાં રામ કપૂર અને સાક્ષી તંવરની જગ્યાએ એક નવી જોડી જોવા મળી હતી. આ સિરિયલના દરેક કલાકાર ખૂબ જ પોપ્યુલર થયાં હતાં. સિરિયલમાં સાક્ષી તંવર એટલે કે પ્રિયા શર્માની નાની બહેન આયશાનો રોલ ચાહત ખન્નાએ પ્લે કર્યો હતો. ચાહતની રિઅલ લાઇફની વાત કરીએ તે તો તે પરિણિત છે અને તેમને બે દીકરીઓ છે. છતાં તે એકલી રહે છે. ચાહત હવે સિંગલ મધર બનીને બે બાળકીઓની સારસંભાળ રાખી રહી છે. તેણે 20 વર્ષની ઉંમરમાં જ પહેલાં લગ્ન કર્યાં હતાં.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ચાહતે જણાવ્યું હતું કે, તે અત્યારે સાવ કંગાળ છે. મા હોવાને લીધે કામ મળતું નથી. ચાહતે કહ્યું હતું કે, જ્યારે એક પરિણીત એક્ટ્રેસને કાસ્ટ કરવાની વાત આવે છે ત્યારે, મેકર્સ બે વાર વિચારે છે. હું તો બે બાળકીઓ જોહર અને અમાયરાની મા છું. હું બહું ગણી મહેનત સાથે કામ કરવા માટે તૈયાર છું, પણ કોઈ ઓફર મળતી નથી.

ચાહતે જણાવ્યા મુજબ, મેકર્સ હું મા હોવાને લીધે જજ કરે છે કે, હું પહેલાંની જેમ કામ કરી શકીશ કે નહીં પણ સાચી વાત એ છે કે, મા બનવું તમને પહેલાં કરતાં વધારે મજબૂત બનાવી દે છે. કેમ કે તમે પોતાના બાળકો અને તેમના ભવિષ્ય માટે કામ કરો છો. કામની ઓફર પુરી થઈ ગઈ છે પણ હું કમજોર લોકોમાંથી નથી. હું દરેક પહેલુંથી મજબૂત, ફિટ અને સારી છું.

તેમણે વધુમાં કહ્યું, હું ખુદને કોઈ કેટેગરીમાં રાખવા માગતી નથી હું ટીવી, વેબ અથવા ફિલ્મો જ કરીશ. એવું નથી કે, જે કંઈ પણ મારા દ્વારા થાય તે હું અપનાવી લઈશ. હું ખુદને સીમિત રાખવા માગતી નથી. હું દરેક પ્રકારના કામ કરી રહી છું.

ઉલ્લેખનીય છે કે, ચાહતે બે લગ્ન કર્યા છે. પહેલાં લગ્ન તેણે 20 વર્ષની ઉંમરમાં ડિસેમ્બર 2006માં ભરત નરસિંઘાનિયા સાથે કર્યાં હતાં. લગ્ન માટે ચાહતે પોપ્યુલર સિરિયલ બડે અચ્છે લગતે હૈ છોડી દીધો હતો. જોકે, 7 મહિના પછી તેમનો સંબંધ તૂટી ગયો હતો. ચાહતે ભરત પર ફિઝિકલ એબ્યૂઝનો આરોપ લગાવ્યો હતો.

આ પછી ફેબ્રુઆરી 2013માં તેમણે ફૅમસ રાઇટર શાહરુખ મિર્ઝાના દીકરા ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, 5 વર્ષ પછી સપ્ટેમ્બર 2018માં ચાહતના બીજા લગ્ન પણ તૂટી ગયાં હતાં.

ચાહતે ફરહાન પર સેક્સુઅલી અને મેન્ટલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બીજા લગ્નથી ચાહત ખન્નાને બે દીકરી છે. મોટી દીકરીનું નામ જૌહર મિર્ઝા અને નાની દીકરીનું અમાયરા મિર્ઝા છે.

ચાહતે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2005માં આવેલી સિરિયલ ‘ કુમકુમઃ પ્યારા સા બંધન ‘થી કરી હતી. આ પછી તે ‘હીરો: ભક્તિ હી શક્તિ હૈ ‘, ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’, ‘બડે અચ્છે લગતે હૈ’ સિરિયલમાં જોવા મળી હતી.

ચાહત છેલ્લીવાર કબૂલ હૈ(2014) સિરિયલમાં જોવા મળી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’માં પણ ચાહતે કામ કર્યું છે. કેટલાક દિવસ પહેલાં મીકા સિંહના મ્યુઝિક વીડિયો ક્વોરન્ટીન લવમાં પણ ચાહત જોવા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page