Only Gujarat

International TOP STORIES

પાંચ વર્ષમાં આ મહિના બની એક બે નહીં પણ આઠ-આઠ બાળકોની માતા, કેવી રીતે પસાર કરે છે દિવસ

આ દુનિયા અજબ ગજબના માણસોથી ભરેલી છે. કેટલાક લોકો તો એક બાળકથી કંટાળી ગયા છે પરંતુ ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી એક મહિલાને બાળકોને જન્મ આપવા અને તેમની ઉછેર કરવામાં ખુબ જ મજા આવે છે. આ કારણે તે 27 વર્ષની ઉંમરમાં 6 બાળકો અને તેના ગર્ભમાં જુડવા બાળકો છે. આ જુડવા બાળકોની ડિલેવરી આ વર્ષના અંતમાં થશે. મહિલાએ પોતાના ડેઇલી રૂટીન અંગે સોશિયલ મીડિયા પર લોકોને જણાવ્યું. સાથે જ લોકડાઉનમાં હવે ઘરે રહેતા બાળકો સાથે દિવસ કેવી રહે છે તે અંગે વિગતે વાત કરી.

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી માત્ર 27 વર્ષની કોલે ડંસ્ટનૈન હાલ ખુબ જ ચર્ચામાં છે. માત્ર પાંચ વર્ષની અંદર કોલેને 6 વર્ષના બાળકોને જન્મ આપ્યો અને તેને પહેલાં જ વિશ્વાસ હતો કે તેના ગર્ભમાં જુડવા બાળકો છે.

કોલે 22 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત માતા બની હતી. એ સમયે તેણીએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.

ત્યારબાદ બે વર્ષ બાદ તે પ્રેગ્નેંટ થઇ અને ફરીથી ત્રણ બાળકોને જન્મ આપ્યો. એટલું જ નહીં તેનાથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે બંને વખત કોલેએ આ છ બાળકોને નેચરલ પ્રસવથી જન્મ આપ્યો.

હવે ફરીથી કોલે પ્રેગ્નેંટ છે અને આ વખતે તે જુડવા બાળકોને જન્મ આપનારી છે. કોલેએ પોતાના દિવસભરના રૂટીન અંગે લોકોને જણાવ્યું છે.

લોકડાઉન પહેલા બાળકો થોડો સમય સ્કૂલમાં વિતાવતા હતા. પરંતુ હવે કોલેના તમામ બાળકો દિવસભર ઘરમાં જ રહે છે. પરંતુ કોલેનું કહેવું છે કે આ બાળકો જરાય પરેશાન કરતાં નથી.

કોલેના પતિ આમ તો બહાર રહે છે પરંતુ લોકડાઉનમાં તે પોતાની પત્ની અને બાળકો સાથે જ છે. કોલે સવારે બધાને નાસ્તો કરાવ્યા બાદ તેમની સાથે રમે છે.
નવેમ્બરમાં કોલે જુડવા બાળકોને જન્મ આપશે ત્યારબાદ તે કુલ 8 બાળકોની માતા બની જશે. કોલેએ પોતાની અને પોતાના બાળકોની યુટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે.

6 બાળકો છતાં કોલે ઘરેથી જ ઓનલાઇન રમકડાનો પણ બિઝનેસ કરે છે. પરંતુ હાલ લોકડાઉનમાં બધો સમય બાળકોને જ આપી રહી છે.

કોલે હજુ વધુ બાળકોને જન્મ આપી પોતાનો પરિવાર મોટો કરવા માગે છે. તેણીનું કહેવું છે કે બાળકોથી ઘેરાયેલું તેને ખુબ જ ગમે છે.

પોતાના દિવસ અંગે વિગતે વાત કરતાં કોલે જણાવ્યું કે રાતે સાડા ચારથી તે ભોજનની તૈયારી શરૂ કરી દે છે. ત્યારબાદ 8 વાગ્યે તમામ બાળકો સૂવા માટે બેડરૂમમાં જતા રહે છે.

You cannot copy content of this page