વરુણ ધવનના સાસરીયામાં કોણ કોણ છે? સસરા શું કરે છે તો સાળો કે સાળી કેટલા છે?

મુંબઈઃ આજે વરુણ ધવન લોંગ ટાઈમ પ્રેમિકા નતાશા દલાલ સાથે લગ્ન કરવાનો છે. બંનેના લગ્ન અલીબાગના ધ મેન્શન હાઉસમાં યોજાયા છે. મેન્શનમાં આમંત્રણ વગરની કોઈ વ્યક્તિ અંદર ના આવી જાય તે માટે ઘણી જ સાવચેતી રાખવામાં આવી છે. આમ તો વરુણ તથા નતાશા નાનપણથી એકબીજાને ઓળખે છે અને બંને પરિવાર વચ્ચે પણ વર્ષોથી સંબંધ છે.

નતાશા દલાલના સસરા એટલે કે ડેવિડ ધવન બોલિવૂડના એક જાણીતા ફિલ્મ ડિરેક્ટર છે. તેમણે અનેક બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. હાલમાં જ તેમણે દીકરા વરુણને લઈ ‘કુલી નંબર 1’ની રીમેક બનાવી હતી.

વરુણની માતા એટલે કે કરુણા ધવન હાઉસવાઈફ છે. કરુણા ધવન બોલિવૂડમાં લાલીના નામથી લોકપ્રિય છે.

વરુણનો મોટો ભાઈ રોહિત ધવન પણ ડિરેક્ટર છે. રોહિત ધવનની પત્ની અને વરુણની ભાભી જાન્વી દેસાઈ એક હાઉસવાઈફ છે. બંનેને એક દીકરી છે.

વાત તો દલાલ પરિવારની કરવામાં આવે તો નતાશા દલાલના પિતા રાજેશ દલાલ એક બિઝનેસમેન છે. નતાશાની માતા તથા વરુણ ધવનની સાસુ ગૌરી દલાલ હાઉસવાઈફ છે. તેમને લાઈમલાઈટમાં રહેવું બિલકુલ પસંદ નથી.

નતાશા પેરેન્ટ્સનું એક માત્ર સંતાન છે. એટલે કે વરુણને કોઈ સાળી કે સાળો નથી. નતાશા દલાલ ફેશન ડિઝાઈનર છે અને તેણે પોતાના નામથી ફેશન બ્રાન્ડ શરૂ કરી છે.