Only Gujarat

Bollywood National

‘ક્વીન’ કંગનાએ નવી નવેલી ભાભીનો કરાવ્યો ગૃહપ્રવેશ, દેવી સાથે કરી તુલના

મુંબઈ: દિવાળીના બે દિવસ પહેલા એટલે કે 12 નવેમ્બરે અભિનેત્રી કંગના રનૌતના ભાઈ અક્ષતે ગર્લફ્રેન્ડ રિતુ સાથે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. તો દિવાળીના મોકા પર કંગનાએ ઘરે પોતાની નવી ભાભીના ગૃહપ્રવેશની વિધિ પૂરી કરી.

આ દરમિયાનની ખૂબસૂરત તસવીરો એક્ટ્રેસે ચાહકો સાથે શેર કરી છે. કંગનાએ 3 તસવીરો શેર કરી જેમાંથી એકમાં તે ભાઈ અક્ષત, ભાભી રિતુ અને પોતાની બહેન રંગોલી સાથે છે.

તસવીરમાં કંગનાએ પોતાના હાથમાં દિવાની થાળી લીધેલી છે અને તે સ્મિત કરી રહી છે. તો પરિવારની નવી વહૂ લાલ જોડામાં છે અને સાથે અક્ષત-રંગોલી પણ છે. આ તસવીરોની સાથે કંગનાએ ખૂબ જ સરસ કેપ્શન આપ્યું.

કંગનાએ લખ્યું- ‘દિવાળીના દિવસે મહાલક્ષ્મી ઘરે આવે છે, અમારા ઘરે પણ દેવી આવી રહી છે. આજે અમારી ભાભી પહેલી વાર પોતાના ઘરે આવી રહી છે. જેને અંદદેરા(ગૃહપ્રવેશ) કહે છે. સૌને દિવાળીની શુભકામનાઓ. #દિપાવલી’. ચાહકો કંગનાની આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો કંગના રનૌત ફિલ્મ ‘થલાઈવી’માં નજર આવશે. આ ફિલ્મ તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત છે. આ સિવાય કંગના ‘ધાકડ’ અને ‘તેજસ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.

You cannot copy content of this page